Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 299
________________ ૩. ચારિત્ર ભાવના : રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય સમત્વપૂર્ણ આચરણનો અભ્યાસ. ૪. વૈરાગ્ય ભાવના અનાસક્તિ, અનાકાંક્ષા અને નિર્ભયતાનો અભ્યાસ. મનુષ્ય જેના માટે ભાવના કરે છે, જે અભ્યાસનું પુનરાવર્તન કરે છે, તે રૂપમાં તેના સંસ્કાર આકાર પામે છે. આત્માની ભાવના કરનાર આત્મામાં સ્થિત થઈ જાય છે. “અહંમની ભાવના કરવામાં “અહિં થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દરેક વ્યક્તિ જુદી જુદી ભાવનાઓથી ભાવિત થાય છે. કોઈ વ્યક્તિ ભક્તિથી ભાવિત થાય છે, કોઈ બ્રહ્મચર્યથી અને કોઈ સત્સંગથી. આચાર્ય મહાપ્રજ્ઞજી એમની ગ્રંથમાળા – ‘પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપમાં ભાવના વિશે કહે છે – “પ્રતિપક્ષની ભાવનાથી સ્વભાવ, વ્યવહાર અને આચરણને પણ બદલી શકાય છે. મોહકર્મના વિપાક પર પ્રતિપક્ષભાવનાનું નિશ્ચિત પરિણામ હોય છે. ઉપશમની ભાવનાથી ક્રોધ, મૃદુતાની ભાવનાથી અભિમાન, ઋજુતાની ભાવનાથી માયા અને સંતોષની ભાવનાથી લોભને બદલી શકાય છે. ચેતનાની મૂર્છાથી રાગ અને દ્વેષના સંસ્કારો ઉદ્ભવે છે અને તે મૂચ્છ ચેતના પ્રત્યે જાગૃતિથી તોડી શકાય છે. પ્રતિપક્ષભાવના ચેતનાની જાગૃતિનો ઉપક્રમ છે.” ૧૧. અનુપ્રેક્ષા : સાધનાકાળમાં ધ્યાનને સમાપ્ત કર્યા પછી અનિત્ય વગેરે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનમાં થનાર વિવિધ અનુભવોમાં ચિત્તનું ક્યાંય પણ આકર્ષણ ન હોય, તેમાં ચિત્ત ચોંટી ન જાય માટે અનુપ્રેક્ષાના અભ્યાસનું મહત્ત્વ છે. જૈન દર્શનમાં બાર અનુપ્રેક્ષા આપેલી છે. તેમાંથી પ્રેક્ષા ધ્યાનમાં ચાર અનુપ્રેક્ષા મહત્ત્વની છે. ધર્મધ્યાન પછી નીચેની ચાર અનુપ્રેક્ષાઓ આપેલી છે. (૧) એકત્વ અનુપ્રેક્ષા : મનુષ્ય એકલો આ જગતમાં જન્મ લે છે અને એકલો જ અહીંથી વિદાય લે છે. હું એકલો છું, બાકી બધા સંયોગ છે.” આવી રીતે પ્રાપ્ત સંયોગોને પોતાથી ભિન્ન જોવા. આ એકત્વ અનુપ્રેક્ષાના લાંબા સમયના અભ્યાસથી બાહ્ય પદાર્થો પ્રત્યે થનાર આસક્તિની મૂર્છાને તોડી શકાય છે. આ વિવેક કે ભેદજ્ઞાનનો પ્રયોગ છે. ૨૭૦ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347