________________
૧૦૦
તથા સુબુદ્ધિ નામના પૂત્રેની ઉત્પત્તિ થઈ, સત્યભામાના પૂત્રનું નામ “ભીરૂ રાખ્યું. શ્રીકૃષ્ણને અન્ય પત્નીએથી અતુલ પરાક્રમી પૂગેની પ્રાપ્તિ થઈ, મંત્રી અને સારથિના પૂત્રની સાથે રમત રમતે શામ્બ મોટો થવા લાગ્યા, સકલ કલાઓમાં પારંગત શાખ્ય પૂર્વ જન્મના સંબંધથી પ્રદ્યુમ્નને અતિપ્રિય મિત્ર બન્યું.
રુકિમણીએ પિતાના મોટાભાઈ રુકિમની પૂત્રી માટે માંગણી કરવા દૂતને મોકલાવ્યું, ત્યાં જઈને “રૂકિમ રાજાને કહ્યું કે પ્રથમ વિધાતાએ કૃષ્ણ અને રુકિમણુને ઉચિત સંબધ કર્યો હતે, હવે આપશ્રી પ્રદ્યુમ્નની સાથે વિદભીને ચોગ્ય સંબંધ કરે, પૂર્વ વેરને યાદ કરતા રૂકિમીએ કહ્યું કે મારી કન્યા હું ચાંડાલને આપીશ, પરંતુ શ્રીકૃષ્ણના કુલમાં મારી કન્યા આપીશ નહી. રૂકિમની પાસેથી નીકળીને રુકિમણી પાસે આવી તે બનેલી હકીકત કહી સંભળાવી, રુકિમણી ખિન્ન થઈ, માતાને દુઃખી બનેલી જોઈ પ્રધુમ્ન પૂછયું કે હે માતા ! ખેદ શા માટે કરે છે. ખેદનું કારણ
-શું
છે?
તે વારે પુત્રને રૂકિમણીએ બધી વાત કહી બતાવી, પ્રધુને કહ્યું કે હે માતા ! આપને ભાઈ શાન્તિથી કાર્યને પતાવે તેમ નથી, હું તેની પુત્રીની સાથે લગ્ન કરીને પછી જોઈ લઈશ, આપ શાંતિથી અહીં રહેજે, આ પ્રમાણે કહીને પ્રદ્યુમ્ન શામ્બની સાથે ઉડીને ભેજકટ નગરમાં ગયે,