Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 371
________________ ૩૫૬ ] શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી સાનું રક્ષણ થાય નહિં. ૩ાા થયા, પડિલેહણને વખત થયે, કંઈ જુ માંકડ આંગળી પર ચડી જશે, માટે મારે કંઈ પડિલેહણ કરવું નહિં. હું દયા માટે પડિલેહણ કરતું નથી. લુગડા હલાવું તે જેની વિરાધના થાય, માટે મારે પડિલેહણ કરવું નથી. આ અહિંસાના નામે પડિલેહણ-સંજમને વિદાય કર્યો. વિહાર કરે નથી. અસંખ્યાતા સ્થાવર લીલની અપેક્ષાએ અનંતા જીવોને ઘાણ કરે નથી. સંજમના ભેગે અહિંસા પાળવા ગયે. આગળ તપમાં આ સ્વાધ્યાય વાંચના પૃચ્છનાદિકની અપેક્ષાએ અહિંસા સંજમના ભાગે તે કરવા લાયક છે, પણ તપસ્યાના ભોગે અહિંસા સંજમ કરવા લાયક નથી. આથી અનુક્રમ ધ્યાનમાં આવશે. અહિંસામાં બધું આવી જતું હતું. સંજમ તપ આવી જતા હતા, પણ એમની મુખ્યતા જણાવવા પરસ્પર બાધ્ય–બાધકનો પ્રસંગ આવે તે ? નદી ઉતરવી પડે તો પણ વિહાર કરે. વાંચના પૃચ્છના વિગેરે પણ ટકાવવા જ જોઈએ. આ ત્રણ ધર્મ શા માટે? ઘાતિકર્મવાળે જીવ છે ત્યાં સુધી આ વગર ટકવાને નથી. સળગવું વાયરાને ધર્મ નથી, પણ વાયરો એ જોડે છે. સમ્યગ્ગદર્શનાદિ સમ્યગચારિત્ર આત્માની માલીકીને વધવાને છતાં અહિંસાદિએ ત્રણ ધર્મ ઉપન્ન કરવા માટે, ટકાવવા માટે, વધારવા માટે વાયુની માફક સહચરિત છે. તેથી તેને જ ધર્મ કહ્યો. મુંગળીથી તે વધે છે, તેમ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ સિદ્ધ પદાર્થ છતાં, અહિંસા સંજમ તપ એ મુંગળી તરીકે વાયુ વધારી ટકાવનારા છે, માટે તેને ધર્મ કહ્યો છે. ખરી રીતે આત્માની ચીજ સમ્યગદર્શનાદિ ત્રણ છે. આ ઉપરથી આત્માનો સ્વભાવ જ્ઞાનદર્શન ચારિત્ર પણ તે અહિંસાના સંજમ તપ દ્વારા થાય છે. તેનું સ્વરૂપ કેવી રીતે છે તે અધિકાર અગ્રે વર્તમાન. પ્રવચન ૧૨૯ મું સંવત ૧૯૮૮ આસો વદી ૧૦ સેમવાર મુંબાઈ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ ચીજ

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388