________________
સુમન ! હવે તું સમજી શકીશ કે-પિતાનું હિત કરનારા દુર્લભ માનવજન્મને અસદાચારથી દૂષિત કરે એનાથી બીજું એરવર્તન કર્યું હોઈ શકે? અને એની સર્વમાન્ય ઉચ્ચતા નિષ્કલંક અને અખંડ રહે તે રીતે આચારધર્મના પાલન દ્વારા તેની સેવા કરવાથી વિશેષ સુંદર બીજું કયું કર્તવ્ય હોઈ શકે?
સુમન ! નાવડી જેમ અનેકને તરવાનું સાધન હેવાથી એક મનુષ્ય તેનો નાશ થાય તે રીતે યથેચ્છ ઉપગ કરી શકે નહિ, તેમ સદાચારરૂપ આચારધમ પણ સર્વના હિતનું સાધન હોવાથી તેની મર્યાદાને ભંગ કરી શકાય નહિ. માટે વ-સ્વયેગ્ય આચારોની મર્યાદામાં રહીને જીવવું એ ધર્મ છે અને એ મર્યાદાઓને તોડીને યથેચ્છ જીવવું એ અધર્મ છે. કારણ એ છે કે-સદાચારની મર્યાદાના પાલનથી સ્વ–પર સર્વ જીવનું હિત થાય છે અને એ મર્યાદા તેડવાથી સ્વ-પર સર્વ જેને દ્રોહ થાય છે.
સુમન ! જેમ એક કુટુંબના કુળાચારને નહિ પાળનારો સમગ્ર કુટુંબન, જ્ઞાતિના આચારને નહિ પાળનારો સમગ્ર જ્ઞાતિને કે દેશના આચારેને નહિ પાળનારે સમગ્ર દેશની પ્રજાને દ્રોહી છે, તેમ શ્રી જિનશાસનના જિનકથિત નાના-મોટા આચાર પૈકી જે આચારોને પાળવા માટે પોતે જવાબદાર છે. પુણ્યના બળે તેના પાલનની યેગ્યતા તથા સામગ્રી જેને મળી છે, તે જીવ એ આચારોનું પાલન ન કરવાથી સમગ્ર વિશ્વને દ્રોહી બને છે, કારણ કે-શ્રી જૈનશાસન એ સમગ્ર વિશ્વનું હિતકર શાસન છે. તેમાં એક પણ જીવના હિતની ઉપેક્ષા નથી. એના પ્રરૂપક વીતરાગ શ્રી અરિહંતદેવ છે. તેઓ વિશ્વના