Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 154
________________ દ્રવ્ય સંયમના આચાર ભાવ સંયમ જન્માવે છે. માટે ભાવ સમ્યકત્વ એ આત્માનુભવનું સ્વરૂપ છે. જેમ જેમ સ્વરૂપ સિદ્ધ અવસ્થાની સ્મૃતિ અને તેને અનુકૂળ આંતરિક સંવરની સ્મૃતિ-રુચિ અને બાધક આંતરિક આશ્રવની સ્મૃતિ અને અરુચિ તે પણ આત્મસ્વરૂપનું અનુભવ ચિહ્ન છે. (4) મૈત્રી - એ પણ આત્મજ્ઞાનનો અંકુરો છે, આત્મજ્ઞાન વગરનાને કોકમાં મિત્રતાની બુદ્ધિ હોય છે. તો કોકમાં શત્રુતાની પણ બુદ્ધિ હોય છે, અથવા શત્રુતાની બુદ્ધિની યોગ્યતા હોય છે, જેને કોઈ ઉપર શત્રુતાની-વિરોધી તરીકેની બુદ્ધિ નથી, બધા જીવાત્મા સ્વરૂપથી મારા સમાન શુદ્ધ સિદ્ધ પરમાત્મા છે તેથી બધાની મૂળભૂત સ્વરૂપના લક્ષથી સમાનતા છે, માટે મારે બધા સાથે મિત્રતા છે આવી બુદ્ધિ હોય તેને વ્યવહારમાં ઉપેક્ષા, માધ્યસ્થ ભાવ ઉચિત એવા અવિનયી, પાપી, અસાધ્ય નાસ્તિક જેવા જીવો ઉપર પણ શત્રુપણાનો દ્વેષ ઉઠતો નથી. જેમ સોનું કાદવમાં પડેલ હોય, અશુચિમાં હોય તો પણ સુવર્ણ ઉપર અરુચિ થતી નથી. આવી મૈત્રી ભાવના યુક્ત ઉપેક્ષા-માધ્યસ્થ ભાવના વાસ્તવિક, સાત્વિક છે, બાકીનાની અભ્યાસિક છે. આ મૈત્રીભાવ જીવના ઈર્ષા, દ્વેષ, કઠોરતા વગેરે દોષોનો નાશ કરીને આનંદ, સ્નેહ, નમ્રતા, મીઠાશ વગેરે ગુણો પેદા કરે છે. આત્મબોધ વગર મૈત્રી, પ્રમોદ, કરૂણા ગુણ ઔપચારિક, અલ્પકાલીન, વિરોધી ભાવ યુક્ત હોય છે. જેમ રાગષ વિષય ભેદથી સંસ્કાર રૂપે સાથે રહે છે, એ રીતે મિત્રતા, શત્રુતા, સ્નેહાળપણું, રૂક્ષતાપણું, પ્રમોદ અને ઇર્ષ્યા વિગેરે કંદો સાથે રહેતા હોય છે. જ્યાં બંને રહે ત્યાં શુદ્ધ આત્મ અવબોધ નથી, માટે મૈત્રી એ આત્મબોધનું જ એક સ્વરૂપ છે. - કોઈના પર પણ શત્રુતાની બુદ્ધિ-કલ્પના ન થાય. માટે “અપરાધીશું પણ નવિ ચિંતવે, ચિત્ત થકી પ્રતિકૂળ' તેમ બતાવ્યું છે. આ મૈત્રીના વ્યવહારિક રૂપકો છે પ્રમોદ, કારૂણ્ય અને મધ્યસ્થપણું. મૈત્રીભાવ હોવા છતાં વ્યવહારમાં ગુણોની પ્રગટ અવસ્થા, અપ્રગટ અવસ્થા, પુન્યના ઉદયો, અનુદયો, શક્તિ સંપન્નતા, અસંપન્નતા હોય ત્યારે નીચેવાળા ઉપરવાળા ઉપર પ્રમોદભાવ કરે, ઉપરવાળા નીચેવાળા ઉપર કૃપા-દયા-સહાનુભૂતિ-કરૂણાના ભાવ રાખે અને એ રીતે નીચેવાળા ઉપરવાળા જોડે શક્ય વ્યવહાર કરે. ઉપરવાળા પ્રાયઃ માધ્યસ્થ ઉપેક્ષા ભાવના વિષય નીચેવાળા માટે બનતા નથી. ક્યારેક નાસ્તિકપણા વિગેરે યુક્ત હોય ત્યારે વાસ્તવિક ગુણાધિક નથી તેથી તેવા ગુણોને અનુકૂળ નથી. તેના ઉપર માધ્યસ્થભાવ વ્યવહારથી રહે, રાખવો. પણ આત્મગુણરૂપ મૈત્રી ત્યાં પણ રહે છે. છggg ggg૧૪૭]છgષણ કaggg gge

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162