Book Title: Agam 41 Mool 02 Ogh Pind Niryukti Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainanand Pustakalay

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ. સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્યુલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણસંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાય: આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ “શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન' નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના :- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ.ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર વિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ “આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે. તૃતીય વાચના:- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધર્માધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિખુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩00 થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો . બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમણો, આ પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭00 શ્રાવિકા દ્વારા ત્રીજી આગમાં પ્રાથનો संपादक श्री For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147