Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે પાંચમી પ્રતિમા કહે છે. આ પ્રતિમાવાલાની ક્ષાત્યાદિ સર્વધર્મ વિષયમાં રૂચિ હોય છે–તેણે શીલઆદિ વ્રત ગ્રહણ કરેલાંજ હોય છે તે સામાયિક તથા દેશાવકાશિક વ્રતની સારી રીતે આરાધના કરે છે. ચતુર્દશી આદિ પર્વ દિવસમાં પૌષધવ્રતનું અનુષ્ઠાન કરે છે. એક રાત્રિકી ઉપાસકપ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે છે. તે સ્નાન કરતા નથી. રાત્રિભૂજનનો ત્યાગ કરે છે. ધોતીઆની એક લાંગ (કાછડી) ખુલ્લી રાખે છે. દિવસમાં બ્રહ્મચારી રહે છે. અને રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરવાવાળા હોય છે. આ પ્રકારે વિચરતા તેઓ ઓછામાં ઓછા એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસથી લઈને વધારેમાં વધારે પાંચ માસ સુધી વિચરે છે. આનું એ તાત્પર્ય છે કે-આ પ્રતિમાધારી જે કાલધર્મ પામે અથવા દીક્ષા લીએ તે પ્રતિમા પાલનભંગરૂપ દેષ તેને લાગતું નથી. અને જે માવજજીવન પણ આ પ્રતિમાનું પાલન કરે તે પણ દોષ નથી. આ પ્રતિમા પાંચ માસની હોય છે (સૂ ૨૨)
હવે છઠ્ઠી ઉપાસકપ્રતિમાનું નિરૂપણ કરે છે પ્રદાવર છ' ઇત્યાદિ.
હવે પાંચમી પ્રતિમા પછી છઠ્ઠી પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે, જેમકે – જે છઠ્ઠી પ્રતિમાનું ગ્રહણ કરે છે તેની સર્વધર્મવિષયક રૂચિ હોય છે. “યાવત્ ” શબ્દથી તેના આત્માથી અનેક શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પિષધપવાસ, સારી રીતે ગ્રહણ કરાએલા હોય છે. તે સામાયિક વ્રતનું અને દેશાવકાશિક વ્રતનું સમ્યક અનુપાલન કરે છે. ચતુર્દશી આદિ તિથિઓમાં પ્રતિપૂર્ણ પિષધનું સમ્યકું અનુપાલન કરે છે તથા એકરાત્રિકી ઉપાસકપ્રતિમાનું પાલન કરે છે. સ્નાન કરતા નથી. રાત્રિભૂજન કરતા નથી. છેતીની એક લાંગ ખુલ્લી રાખે છે. દિવસ અને રાત્રિમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. તે ઔષધ આદિ સેવનના તથા બીજા કારણવશ સચિ. ન્નાહારને ત્યાગ કરતા નથી અર્થાત્ વિના કારણે સચિત્ત આહારનો ત્યાગ થાય છે. તે ઉપાસક આ પ્રકારના નિયમથી જઘન્ય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ છમાસ સુધી રહે છે. આ છઠ્ઠી ઉપાસકપ્રતિમા છ મહિનાની થાય છે ૬. (સૂ૨૩)
હવે સાતમી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે.–ાવ સરમા ઈત્યાદિ.
છઠ્ઠી પ્રતિમા પછી હવે સાતમી પ્રતિમાનું નિરૂપણ કરે છે જેમકે – તેની સર્વ ધર્મમાં રૂચિ હોય છે. શીલ, વ્રત, ગુણ, આદિ સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. રાચપરાત્ર–અહોરાત્ર અર્થાત્ શતે અને દિવસે સદૈવ બ્રહ્મચારી રહે છે. તેણે અશન પાન ખાદ્ય અને સ્વાદ્ય એ ચાર પ્રકારના સચિત્ત આહારનો ત્યાગ કરેલ હોય છે. અશનમાં ચણ આદિ તથા અપકવ અને દુષ્પક ઔષધિ આદિ, પાનમાં (પીવામાં) સચિત્ત જલ તથા તત્કાલમાં નાખેલું સચિત્ત મીઠું (નમક) આદિથી મિશ્રિત, ખાઘમાં–કાકડી તથા તરબૂચ ચીભડાં આદિ, સ્વાદ્યમાં-દન્તધાવન (દાતણ) તાબૂલ, હરડે આદિ આહાર સચિત્ત આહાર કહેવાય છે તે આ બધાને પરિત્યાગ કરે છે. તથા આરંભ–પચન પાચન આદિ સાવદ્યવ્યાપાર કર કે કરાવવું અને અનુમોદના આદિને ત્યાગ કરતા નથી. તેઓ આ વૃત્તિથી જ ધન્ય એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ સુધી, ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સાત મહિના સુધી વિચરે છે. આ સાતમી ઉપાસકપ્રતિમા સાત માસની થાય છે ૭ (સૂ. ૨૪)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૪