Book Title: Agam 26 Mahapratyakhyana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧
[૧૩] હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનથી આત્માને અનુશાસિત કરે.
[૧૪] જીવ એકલો ઉપજે છે, જીવ એકલો જ નાશ પામે છે એકલાનું જ મરણ
ગાયા-૧૩
થાય છે, એકલો જ કર્મરજરહિત થઈ મોક્ષે જાય છે.
[૧૫] કર્મ એકલો કરે છે, તેનું ફળ પણ એકલો જ ભોગવે છે, એકલો જન્મે છે - મરે છે, પરલોકે પણ એકલો જ જાય છે.
[૧૬] જ્ઞાન-દર્શન લક્ષણવાળો એકલો મારો આત્મ શાશ્વત છે, બાકીના બધાં સંયોગરૂપ મારા બાહ્ય ભાવો છે.
[૧૭] જેનું મૂળ સંયોગ છે એવી દુઃખની પરંપરા જીવ પામ્યો તેથી સર્વે સંયોગ-સંબંધને ત્રિવિધે વોસિરાવું છું.
[૧૮] અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, જીવ અને અજીવ વિશે જે સર્વ મમત્વ છે, તેની નિંદા કરું છું, ગર્હા કરું છું.
[૧૯] મિથ્યાત્વને હું જાણું છું, તેથી સર્વ અસંયમ અને અસંયતને તથા સર્વ થકી મમત્વને તજું છું, સર્વને હું ખમાવું છું.
[૨૦] જે-જે સ્થાનને વિશે મારા અપરાધને જિનેશ્વરો જાણે છે, સર્વભાવથી ઉપસ્થિત થયેલો હું, તેની આલોચના કરું છું.
[૨૧] ઉત્પન્ન કે અનુત્પન્ન માયા બીજી વખત ન કરું. એ રીતે આલોચના, નિંદના, ગર્ભ વડે ત્યાગ કરું છું.
[૨૨] જેમ બોલતું બાળક કાર્ય અને અકાર્ય બધું સરળપણે કહી દે, તેમ માયા અને મદરહિત સર્વ પાપ આલોચવા.
[૨૩] ઘી વડે સીંચેલ અગ્નિવત્ ઋજુ ભૂતને શુદ્ધિ થાય છે, શુદ્ધ થયેલને ધર્મ સ્થિર થાય, પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય.
[૨૪] શલ્યવાળો સિદ્ધિ ન પામે, જે પાપમેલ ખરેલાના શાસનમાં કહેલ છે. સર્વશલ્ય ઉદ્ધરી, કલેશ રહિત જીવ સિદ્ધ થાય.
[૨૫] ઘણું પણ ભાવશલ્ય જે ગુરુ પાસે આલોચે છે, નિઃશલ્ય થઈ સંથારો આદરતા, તે આરાધક થાય છે.
[૨] અલ્પ પણ ભાવશલ્ય, જે ગુરુ પાસે આલોચતો નથી તે મૃત સમૃદ્ધ હોવા છતાં આરાધક થતો નથી.
[૨૭] દુષ્પ્રયુક્ત એવું શસ્ત્ર, વિષ, વૈતાલ કે દુષ્પ્રયુક્ત યંત્ર, પ્રમાદથી કોલ સાપ પણ તે કામ ન કરે. જે ભાવશલ્ય કરે.
[૨૮,૨૯] ઉત્તમાર્થ કાળે જે અનુદ્ધતિ ભાવશલ્ય, દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીપણું કરે, તે કારણથી ગાવરહિત જીવો પુનર્ભવરૂપ લતાના મૂળ સમાન મિથ્યાદર્શન આદિ શલ્યો ઉદ્ધરે.
[૩૦] જેમ ભારવાહક ભાર ઉતારીને હળવો થાય, તેમ પાપ કરનારો માણસ ગુરુ પાસે આલોચના, નિંદાથી હળવો થાય.
મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
[૩૧,૩૨] માર્ગવિદ્ ગુરુ તેને જે પ્રાયશ્ચિત્ત કહે છે, તે અનવસ્થાના પ્રસંગની બીકવાળાએ અનુસરવું. જે કંઈ અકાર્ય કર્યુ હોય તે છુપાવ્યા વિના દશ દોષ રહિત જેમ હોય તેમ કહેવું.
[૩૩] સર્વ પ્રાણારંભ, અસત્યવચન, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું.
[૩૪] સર્વે પણ અશનાદિ ચતુર્વિધ આહાર, જે બાહ્ય ઉપધિ અને અત્યંતર ઉપધિ, તે સર્વેને ત્રિવિધે વોસિરાવું ચું.
[૩૫] વનમાં, દુર્ભિક્ષમાં, આતંકમાં, મોટો રોગ ઉપજતાં, જે વ્રત પાળ્યું અને ન ભાંગ્યુ, તેને શુદ્ધ પાલના જાણ.
[૩૬] રાગથી, દ્વેષથી કે પરિણામથી જે પચાણ દૂષિત ન કર્યુ તેને ભાવવિશુદ્ધ પચાણ જાણવું.
૯૨
[૩૭,૩૮] આ અનંત સંસારમાં નવીનવી માતાના દૂધ જીવે પીધાં, તે સમુદ્રના પાણીથી પણ વધું છે. તે-તે જાતિમાં ઘણું રૂદન કર્યુ, તે નયનોદક પણ સાગરના જળથી વધુ જાણવું.
[૩૯,૪૦] એવો કોઈ વાળના અગ્ર ભાગ જેટલો પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો કે મર્યો નથી. લોકમાં ખરેખર ૮૪ લાખ યોનિ છે, તે એકૈકમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે.
[૪૧ થી ૪૪] ઉર્ધ્વ, અધો, તીખ઼લોકમાં હું ઘણાં બાળમરણ પામ્યો છું. તો તે મરણને સંભારતો હું પંતિમરણે મરીશ... મારી મા, મારા પિતા, મારી બેન-ભાઈપુત્ર-પુત્રી એ બધાંને સંભારતો પંડિતમરણે મરીશ. [કેમકે] સંસારમાં ઘણી યોનિમાં વસતાં માતા, પિતા, બંધુ વડે આખો લોક ભરેલો છે, તે તારા ત્રાણ કે શરણ નથી... જીવ એકલો કર્મ કરે છે, એટલો દુષ્કૃતના વિપાકને ભોગવે છે, એકલો જ ચતુર્ગતિરૂપ જન્મ-મરણ યુક્ત ગહન વનમાં ભમે છે.
[૪૫ થી ૪૮] નર્કમાં જન્મ-મરણ ઉદ્વેગકારી છે, અનેક વેદના છે... તિર્યંચગતિમાં ઉદ્વેગ કરનારા જન્મ-મરણ અને અનેક વેદના ચે.. તેવું જ મનુષ્યમાં પણ છે. દેવલોકમાં જન્મ, મરણ અને વન ઉદ્વેગકારી છે. એ બધું સંભારી પંડિત મરણે મરીશ.
[૪૯,૫૦] એક પંડિતમરણ સેંકડો જન્મોને છેદે છે, તે મરણે મરવું જે શુભ મરણ થાય... જિનપ્રજ્ઞપ્ત શુભમરણ-પંડિત મરણને શુદ્ધ અને શલ્યરહિત એવો હું પાદપોપગમે ક્યારે મરીશ ?
[૫૧ થી ૫૪] સંસારચક્રમાં મેં ચતુર્વિધ પુદ્ગલો બાંધ્યા, પરિણામ પ્રસંગથી આઠ પ્રકારે કર્મસઘાત કર્યો... સંસાર ચક્રવાલમાં તે સર્વે પુદ્ગલો મેં ઘણીવાર આહારપણે પરિણમાવ્યા, તો પણ મને તૃપ્તિ ન થઈ... આહાર નિમિત્તે હું બધાં
નકલોકમાં ઉપન્યો તેમજ સર્વે મ્લેચ્છ જાતિમાં પણ ઉપન્યો... આહાર નિમિત્તે મત્સ્ય
દારુણ નર્કમાં જાય છે, તેથી સચિત આહાર મન વડે પણ પ્રાર્થવાને યોગ્ય નથી. [૫૫ થી ૫૭] તૃણ અને કાષ્ઠથી અગ્નિ, હજારો નદીઓથી લવણસમુદ્ર જેમ