Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 264
________________ છઠ્ઠા તીર્થંકર પાપ્રમ જિનેન્દ્ર થઈ ગયા. તેઓ ચ્યવનાદિ દિનેમાં પાંચ ચિત્રા નક્ષત્રવાળા થયા છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું.. (૧) ચિત્રા નક્ષત્રમાં મહા વદી છઠ્ઠની તિથિ એ તેઓ ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવમાં વિયકમાંથી એટલે કે ઉપરિપરિમ વેયકમાંથી ચવીને કૌશામ્બી નગરીમાં રાજા ઘરની ધર્મપત્ની સુષમાદેવીની કુક્ષિમાં ગર્ભ રૂપે ઉત્પન્ન થયા હતા. (૨) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તક સુદ ૧૩ ને દિવસે તેમનો જન્મ થયે હતે. (૩) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તિક સુદ ૧૩ ને દિવસે તેમણે સંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરી હતી. કેશના લંચનને દ્રવ્યની અપેક્ષાએ મુંડન કહેવાય છે અને કષાયથી રહિત થવું તેનું નામ ભાવની અપેક્ષાએ મુંડન છે. પ્રાસાદ આદિ રૂપ દ્રવ્યઘરને ત્યાગ કરે તેનું નામ દ્રવ્યગૃહમાંથી નિષ્ક્રમણ છે અને મૂછદિ રૂપ ભાવગૃહમાંથી છૂટવું તેનું નામ ભાવગ્રહમાંથી નિષ્ક્રમણ છે. () ચિત્રા નક્ષત્રમાં જ ચિત્રી પૂનમને દિવસે જ તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી હતી. તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અનન્ત પર્યાયને વિષય કરનારૂં-તેમનું પ્રતિપાદન કરનારું હેવાથી અનન્ત હોય છે તે સકળ જ્ઞાનમાં શ્રેષ્ઠ હોવાથી અનુત્તર હોય છે. તે અપ્રતિઘાતી હોવાથી નિર્ચાઘાત હોય છે. પિતાના પ્રતિપક્ષી કર્મને સર્વથા વિનાશ થઈ જવાથી તે નિરાકરણ હોય છે. એડલે કે ચટ્ટાઇ, દીવાલ આદિ આવરણથી તેને પ્રતિઘાત થત નથી, રૂપ અરૂપી સમસ્ત પદાર્થોને અને તેમની સમસ્ત પર્યાને તે વિષય કરનારું હોય છે, તેથી તે કૃત્ન હિય છે. પૂનમને ચન્દ્ર જેમ સેબે કલાએથી પરિપૂર્ણ હોય છે-સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે, તેમ આ જ્ઞાન પણ પિતાના સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે. તેને કેવળ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તે પોતાના વિષયને જાણવા માટે અન્ય જ્ઞાનની સહાયતાની અપેક્ષા રાખતું નથી. અથવા અત્યંત શુદ્ધ હેવાને કારણે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨૫૦

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266