Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 776
________________ અસાધ્ય રાગનું આક્રમણ : પરમ ‘સ્વસ્થ વીતરાગ દશા ૯૧૭ થાય, ઉત્તમ ગુણ, વ્રત, નિયમ, શીલ અને દેવગુરુધની ભક્તિમાં વીય પરમ ઉલ્લાસ પામી પ્રવર્તે એમ સુદૃઢતા કરવી ચેાગ્ય અને એ જ પરમ મગલકારી છે. એકાંત ચેાગ્ય સ્થળમાં પ્રભાતે ઃ (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્ત્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક એ ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘પદ્મન’ટ્વી’ આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાડ઼ે : (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (ર) શ્રુત ‘ક ગ્રંથ’નું અધ્યયન, શ્રવણુ. ‘સુદૃષ્ટિતર’ગિણી' આદિનું અધ્યયન. સાયંકાળે : (૧) ક્ષમાપનાના પાઠ. (ર) એ ઘડી ઉપશાંત વ્રત. (૩) ક વિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સ પ્રકારનાના સવથા ત્યાગ. અને તા ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગૃહણુ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ દહીના પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિગ મન. અને તે ઉપવાસ બહુછુ કરવા. લીલાતરી સવ થા ત્યાગ. બ્રહ્મચય આઠે દિવસ પાળવું. અને તેા ભાદ્રપદ પુનમ સુધી. શમમ્.' ('. ૯૪૩, ૯૪૫) શ્રાવણ વદ ૮ની નોંધમાં મનસુખભાઇ કચ'દ નોંધે છે—શ્રીમદે પૂછ્યું— મેળામાં ગયા હતા ? ત્યાં શું જોયું ? મનસુખભાઇ—સાહેબ, ઘણું જોયું. વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ છે, વિશેષ જોયા. શ્રીમદ્દે મેધ કર્યા—લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગેા વિશેષ હાય. સાચેા મેળા સત્સંગના એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીએએ વખાણ્યા છે, ઉપદેશ્યા છે.’ મેારખીથી શ્રા. વદ ૧૦ વિદ્યાય થઈ શ્રીમદ્ તે જ દિને વઢવાણુ કૅમ્પ પધાર્યાં અને ત્યાં લીંબડીના ઉતારે ૧૯૫૭ના કા. શુક્ર ૫ સુધી સ્થિતિ કરી. પર્યુષણ આરાધના અત્રે જ થઈ; શુદ્ધાત્મસ્વરૂપસ્થિતિમાં નિરંતર-સવČથા વાસ કરનાર ધમભૂત્તિ શ્રીમને નિરંતર શુદ્ધધર્મારાધના જ વત્તતી હતી; શારીરિક અસ્વસ્થતા મધ્યે પણ આત્મિક 'સ્વસ્થતાં જ વત્તતી હતી. શરીરપ્રકૃતિ દિન-પ્રતિદિન ખગડતી જતી હેાવાથી સગાંસંખ'ધીએ અને મુમુક્ષુએ ચિંતાતુર આકુલવ્યાકુલ અને અસ્વસ્થ થતા, પણ આત્મારામી શ્રીમદ્ ા અત્યંત નિરાકુલ અને પૂર્ણ સ્વસ્થ જ હતા. વ્યવહારસંબંધીએસગાં તે સેવામાં હાજર હાય જ, પણ પરમાથ સબંધીઓ-ઘણા મુમુક્ષુએ શ્રીમની સેવામાં–વયાવચ્ચમાં ઉપસ્થિત થઈ ગયા હતા. મહામુમુક્ષુ અંબાલાલભાઈ-મનસુખભાઈ દેવશીભાઇની સતત હાજરી તે હતી જ; બીજા મુમુક્ષુઓ—પોપટલાલભાઇ, મનસુખભાઇ કિરચંદ, ધારશીભાઈ, વીરમગામવાળા સુખલાલભાઇ છગનભાઈ, મેાતીલાલ ભાવસાર, સામચંદભાઈ મહાસુખરામ આદિ પણ અવારનવાર સેવામાં હાજર થતા. ખાસ કરીને મુમુક્ષુમુખ્ય અંબાલાલભાઈ અને લીંબડીવાળા મનસુખભાઈ દેવશીભાઇએ અત્યંત ભક્તિથી પરમ સાધુચરિત પરમસત શ્રીમની ખૂબ વૈયાવચ્ચ કરી મહાન્ સેવાલાભ ઊઠાવ્યા હતા. આવા મહાભક્તિમાત્ મુમુક્ષુએ અને સગાંસંબધીઓની ભક્તિભરી માવજત અને દાક્તરની કાળજીભરી જહેમત છતાં શ્રીમદ્ની શારીરિક પ્રકૃતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી હતી—વજન ઘટતું જતું હતું,

Loading...

Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794