Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 43
________________ આવી ઘટનાના કારણે શિક્ષકનું અધ્યયન (Teaching) અભ્યાસક્રમના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજીને થવાના બદલે ‘પાઠ્યપુસ્તક’ને અથવા તો તેના પરથી લખાયેલ ‘માર્ગદર્શિકાઓને આધારે ગોખેલું' બોલી જવાની રીતે થતું હોય છે. (Vomiting the confect.) જીવનમાં ઊતરે તે રીતે ‘જીવનકેન્દ્રી’ પ્રાયોગિક અધ્યાપન થતું નથી. પરિસ્થિતિ એ થાય છે કે ‘સર્જનશીલતા’ની શક્તિ પાંગરતી નથી હોતી. બાળકનાં સૌંદર્યાત્મક અને કાર્યકૌશલ્યાત્મક પાસાઓનું વિકાસનું તો પૂછવું જ શું ? ૮. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ષ ૨૦૧૫ના પરિણામ જણવાનું રસપ્રદ બની રહેશે. • ધોરણ ૧૦માં * ૮,૯૯,૧૯૪ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિતિ. ૪,૮૫,૫૬૫ નાપાસ થયા. • ધોરણ ૧૨માં * ૫,૮૪,૮૨૨ વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિતિ. ૨,૫૭,૦૦૦ નાપાસ થયા. આમાંથી ૨૨% જેટલા ઉચ્ચ શિક્ષણ માટે જવાનો અંદાજ છે. પોલિટેક્નિક કૉલેજમાં પ્રવેશ માટે ૧ લાખ વિદ્યાર્થીઓ અરજી કરે છે. નાપાસનો ધબ્બો લાગનાર વિદ્યાર્થીઓ શું કરે છે, તેમાંથી કેટલા ફરીથી પરીક્ષા આપે છે અને કેટલા કોઈ પણ જાતની સરકારી કે અન્ય દરકાર વગર બેકાર તરીકે ફરે છે. તેનો અંદાજ શું ? કેટલી આર્થિક અને માનસિક શક્તિનો દુર્વ્યય થાય છે ? ૯. જાહેર પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. આત્મહત્યાનો આંકડો મળતો નથી, પછી એક એક વિદ્યાર્થી પણ આપઘાત કરે તે કલંકનો વિષય છે. પરીક્ષા પહેલાં અને પરિણામ પછી વિદ્યાર્થી આપઘાત કરે તે સર્વની ચિંતાનો વિષય ગણવો જોઈએ. ૮૨ કાઉન્સેલિંગ સાર્વત્રિક અને વૈજ્ઞાનિક કઈ રીતે બની શકે ? ક્યારેક કાઉન્સેલિંગ પણ તણાવ ઉત્પન્ન કરે છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી એમ બે-બે વાર બાળકો ઉપર ત્રાટકતી પરીક્ષા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ૧૦, ધોરણ ૧૦ની બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષા : • આ પરીક્ષા નાબૂદ જ કરવામાં આવે. ૭ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ને એક સળંગ એકમ ગણવા. આદર્શ કેળવણીનું ઉપનિષદ શાળાના પ્રમાણપત્રના આધારે પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે તેમ ગોઠવાય. ૭. જે અભ્યાસક્રમને વિશિષ્ટ યોગ્યતાવાળા વિદ્યાર્થીઓ જોઈતા હોય તો તેઓ પોતાની રીતે પ્રવેશ પરીક્ષા ગોઠવે. ૧૧. ધોરણ - ૧૨ની જાહેર પરીક્ષા : • આ પરીક્ષા મરજિયાત ધોરણે યોજી શકાય. • શાળાનું પ્રમાણપત્ર પૂરતું ગણવું જોઈએ. તમે છતાં વધારાના પ્રમાણપત્ર તરીકે જાહેર પરીક્ષામાં બેસવું હોય તો બેસી શકે. આ પરીક્ષા મરજિયાત રાખવાનો મુખ્ય તર્ક એ છે કે અનેક વ્યાવસાયિક અભ્યાસક્રમો પોતપોતાની પ્રવેશ પરીક્ષાઓ યોજે છે. દાક્તરી, ઇજનેરી, ફાર્મસી વગેરે જાત-જાતની પરીક્ષાઓ તો લેવાય છે, તો ધોરણ ૧૨ની પરીક્ષાનું ભારણ શા માટે ? ૧૨. શાળાના પ્રમાણપત્રનું સ્વરૂપ અભ્યાસક્રમને સર્વગ્રાહી રીતે આવરી લે તેવું હોવું જોઈએ. શાળાના વર્ગખંડ, શાળા-પ્રાંગણ, સમાજ સંબંધિત સૌંદર્યાત્મક અને કાર્યકૌશલયાત્મક પાસાઓને યોગ્ય રીતે આવરી લેતું મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન - અધ્યયન - આખ્યાનનો અંગભૂત ભાગ બની રહે, તેના માટે ભણાવનાર જ જવાબદાર રહે તેવું થવું જોઈએ. શાળાનું વાતાવરણ ભયમુક્ત - આનંદમય, વિદ્યામય અને સંસ્કારમય બંને. વાલી - શિક્ષક - સમાજ પરસ્પર સહયોગી બંને. યુશનની બદી અને એક પણ આત્મહત્યા નહિ જ નહિ, શિક્ષણ એ આનંદની પ્રક્રિયા બની રહે. માધ્યમિક શિક્ષણ બોર્ડ એ પરીક્ષણ બોર્ડ' ન બનતા ‘શિક્ષણ બોર્ડ' બની રહે. (અમદાવાદસ્થિત ડૉ. પુરુષોત્તમભાઈ પટેલ અદના કેળવણીકાર છે. તેઓ પ્રગતિશીલ શિક્ષણ'નું તંત્રીપદ શોભાવી રહ્યા છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ ૮૩

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93