________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
સમાલાચના.
આ ત્રણ મુખ્ય વ્યાખ્યા છે. શિત્રાય ટીકા ઊપરથી ટુંકી પાખ્યાને સગ્રહ કરીને ખરતરગચ્છના બ્રીજનહંસસૂરિએ દીપિકા નામની વ્યાખ્યા લખી છે તે કંઇ જૂદી વ્યાખ્યા ગણાય નહિ, કેમકે તેમાં કંઇ નવી વ્યાખ્યા કરી નથી, કિંતુ ટીકામાંથીજ સંગ્રહ કરેલ છે.
આ ત્રણ વ્યાખ્યા કાયમ હોવાથી આ સૂત્રના કેટલાએક અતિ ગહન પહેાના અર્થ આપણે જાણી શકીયે છીયે, માટે એ મહાન પુરૂષોને આપણે ખરા ઉપકાર માનવા ઘટે છે. આ રીતે પ્રાકૃત અને સસ્કૃતમાં વ્યાખ્યા છે તે તે ભાષાના અભ્યાસીથી સમજી શકાય છે, પણ તેવા અભ્યાસીએ થેાડા રહેવાથી સંવત્ સેલના સૈકામાં શ્રીપાર્શ્વચ ંદ્રસૂરિ નામના આચાર્યે આ સૂત્ર ઊપર પેહેલવેલાં ગુજરાતી ભાષામાં ખાળાવમાધરૂપે વ્યાખ્યા લખી છે, પરંતુ વખતના વહેવા સાથે ભાષાનું રૂપ બદલાતું હોવાથી તે પણ આજે સાધારણુ વાચનારાઓને વાંચતાં કંટાળા ભરેલ લાગે છે, અને તેમાંથી વાંચવાની સાથે તાખાતાબ અર્થ સમજી શકાતા નથી,
આ કારણથી અમે ચાલુ દેશકાળને અનુસરી બને-તેટલી સરળ ગુજરાતી ભાષામાં આ ભાષાંતર તૈયાર કર્યું છે. આ ભાષાંતર ટીકાકારના આશયને અનુસરીને કરવામાં આવ્યું છે, અને તેમાં મૂળ સૂત્રપાઠના ભાષાંતરની સાથે ખાસ સંબધ રાખતા જે જે જરૂરી ઉમેરો કરવામાં આવ્યા છે તે ટીકા ઊપરથી લીધેલા છે અને તે જૂદો જણાઇ રહે તેટલા ખાતર તેને કાંસમાં લખવામાં આવ્યું છે. ઉપરાંત નીચે કોઇ કોઇ સ્થળે ટીકા ઊપરથી પ્રસંગાપયેાગી નેટ પણ આપવામાં આવી છે.
ભાષાંતરની એ રીતે છે. શબ્દે શબ્દને વળગી રહીને કરેલું ભાષાંતર તે શબ્દાર્થપ્રધાન ભાષાંતર કહેવાય, અને વાાર્થને લક્ષ્યમાં લઈ કરેલું ભાષાંતર વાક્યાર્થ પ્રધાન ભાષાંતર કહેવાય. શબ્દાર્થપ્રધાન ભાષાંતરમાં શબ્દાર્થ સ્પષ્ટ રીતે જણાય પણું વાક્યાર્થ એટલે મતલબ સમજવામાં બહુ વિલંબ થયા કરે છે, જ્યારે વાક્યાર્થપ્રધાન ભાષાંતરથી વાક્ય વાંચવાની સાથેજ વાંચનાર મતલબ સમજતા રહે છે; કારણ કે વાક્યાર્થપ્રધાન ભાષાંતરમાં ચાલુ ભાષાની શૈલી જાળવવા ખાતર તથા મતલબને સરળતાથી ગળે ઊતારવા ખાતર ભાષાંતરની અંદર અમુક શબ્દોના ઘટાડા વધારા કરવાની ભાષાંતરકારને છૂટ રહે છે. આવા ભાષાંતરતે ઈંગ્રેજીમાં “Free translation” (ફ્રી ટ્રાન્સલેશન) કહે છે.
અમારૂં આ ભાષાંતર વાક્યાર્યપ્રધાન છે, તે તેમ કરવાના અમારે। હેતુ એજ છે કે આ ભાષાંતર પ્રાકૃતભાષાને નહિ જાણનાર સામાન્ય વાચકવર્ગને ઉદ્દેશીને કરવામાં આવેલ હાવાથી તેઓને સેહેલાથી મતલબ સમજાવવી જોઇયે. આપરથી કોઇએ એમ ધારવું નહિ કે અમે મૂળના આશયને ક્યાં પણ મરડયું છે. મૂળાશયને વળગી રહીનેજ અમે તેને સરલ રીતે પ્રતિપાદન કરવા આ યત્ન કર્યું છે; દાખલા તરીકે અમારે જણાવવું જોઇયે કે મૂળ પાઠમાં રહેલા આલાપક ( આળાવા ) અલગા અલગા પેરેગ્રાફમાં લખીને તેમના અંતમાં નખરબંધ કલમા પાડવામાં આવી છે, તે એટલાજ ખાતર છે કે તેથી અર્થસ પદા ખરાઅર સચવાઈ શકે છે અને મૂળ પાઠ સાથે ભાષાંતરના સંબંધ પાડવામાં વિશેષ મદદગાર શાય છે, એટલુંજ નહિ પણુ એથી વાચક્રવર્ગને સૂત્રાર્થસબંધી વાચન, પૃચ્છન, પરિવર્તન, ચિ ંતન, સંભાષણુ, તથા પૂર્વાપર અવલેાકન કરતાં વિશેષ સરળતા રહે છે.
For Private and Personal Use Only