________________
(૬૯) અંતર્મહત્તની અબાધા છે. દેવ અને નારકિનું આયુષ્ય દશહજાર વર્ષનું છે. અને અંતર્મુહુર્તની અબાધા છે. તિર્યંચ મનુષ્યના આયુષ્યની સ્થિતિ, ક્ષુલ્લક ભવ અને અંતમુહુર્તની અબાધા છે. બંધન, સંઘાત, એ બંનેની આદારિક વિગેરે શરીરની સાથે રહેવાથી તેની અંદરજ ઉત્કૃષ્ટ જઘન્ય ભેદ જાણ સ્થિતિ બંધ કહ્યા.
હવે અનુભવ બંધ કહે છે. - તેમાં શુભ, અશુભ પ્રયોગ કર્મથી ઉત્પન્ન થએલ પ્રકૃતિ, સ્થિતિ, અને પ્રદેશરૂપ, કર્મ પ્રકૃતિનું તીવ્ર મંદ અનુભવપણે જે અનુભવાય (ભગવાય) તે અનુભવ (રસ) છે, તે રસ એક બે ત્રણ ચાર સ્થાન ભેદ વડે જાણ. - તેમાં અશુભ પ્રકૃતિનું કેન્નાતકી ( . ) ના ઉકાગેલા રસ જે તેમાં અડધે રહે. ત્રીજો ભાગ રહે. થે ભાગ રહે તે અનુક્રમે તીવ્ર અનુભવ જાણ. (કડવા પદાથેના રસને ઉકાળતાં પાણી જેમ ઓછું રહે તેમ કડવાસ વધારે થાય છે, તેમ અશુભ કર્મનું દળ જેમ વધારે ચીકણું થાય તેમ વધારે દુઃખ ભેગવવું પડે છે.)
હવે મંદ અનુભવ કહે છે. મંદ રસને અનુભવ તે જાઈ (પુલ) રસમાં એક બે ત્રણ ચારગણું પાણી વધારે નાખવાથી રસની સુગંધી ઓછી થઈ જાય છે, તે પ્રમાણે કર્મની પણ ચીકણુસ ઓછી હોય તે ઓછું દુઃખ ભેગવવું પડે છે.