Book Title: Acharang Sutra Part 01
Author(s): Jaysundarsuri, Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ જિનાગમો વિજયતે છે, ત્યાર પછી આચારાંગ આદિની રચના કરે છે. નંદિસૂત્ર ઉપરની હરિભદ્દીય વૃત્તિમાં પણ આ જ માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે (જુઓ નંદીહારિભદ્રીય વૃત્તિ પૃ૦૮૮). તથા સમવાયાંગવૃત્તિમાં પણ અભયદેવસૂરીશ્વરજી મહારાજ આ જ મતની પુષ્ટિ કરે છે. સમવાયાંગવૃત્તિકાર અભયદેવસૂરીશ્વરજીના બીજા મત પ્રમાણે આચારાંગસૂત્ર સ્થાપનાની અપેક્ષાએ પ્રથમ છે, પરંતુ રચનાની દૃષ્ટિએ બારમું છે. આ રીતે, ૧. આચારાંગ ચૂર્ણિ-વૃત્તિકારના મતે આચારાંગસૂત્ર અર્થ અને સૂત્રરચનાની અપેક્ષાએ પ્રથમ. ૨. નંદિસૂત્ર ચૂર્ણિકાર-હરિભદ્રસૂરિજીના મતે અર્થરચનાની દૃષ્ટિએ આચારાંગસૂત્ર ૧૪ પૂર્વ પછી અને સૂત્રરચનાની દૃષ્ટિએ પ્રથમ. ૩. અન્ય આચાર્યોના મતે અર્થ-સૂત્રરચનાની દૃષ્ટિએ ૧૪ પૂર્વ પછી. ૪. સમવાયાંગવૃત્તિકાર અભયદેવસૂરિ મ.ની માન્યતા બે પ્રકારની છે. ૧. નંદિચૂર્ણિકારના મત પ્રમાણે તથા ૨ સૂત્રરચનાની દૃષ્ટિએ બારમું અને સ્થાપનાની અપેક્ષાએ પ્રથમ. શ્રી આચારાંગસૂત્રનું પ્રથમ સૂત્ર છે. सुयं मे आउसं । तेण भगवया एवमक्खायं - इहमेगेसिं णो सण्णा भवति । હે આયુષ્યમાન જંબૂ ! મેં સાંભળ્યું છે તે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે કે આ જગતમાં કેટલાંકને (હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું વગેરે) સંજ્ઞા હોતી નથી. આ સૂત્રથી જંબુસ્વામીને ઉદ્દેશીને પંચમ ગણધર ભગવાન સુધર્માસ્વામી આચારાંગસૂત્રનો પ્રારંભ કરે છે. એટલે આચારાંગ સૂત્રના રચયિતા ભગવાન સુધર્માસ્વામી છે એ નિર્વિવાદપણે માન્ય છે. આચારાંગ સૂત્રના ૨ શ્રુતસ્કંધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધનું નામ આચાર છે અને તે શ્રુતસ્કંધના નવ અધ્યયનો હોવાથી બ્રહ્મચર્ય એમ બીજા નામે પણ પ્રસિદ્ધ છે. આ પ્રથમ ટિ૧, ‘મથ જિતપૂર્વતમ?, qતે યસ્માત્ તીર્થ: તીર્થપ્રવર્સનાન્નેિ નાંધરાઇri સર્વસૂત્રધારત્વેન पूर्व पूर्वगतसूत्रार्थ भाषते तस्मात् पूर्वाणीति भणितानि, गणधराः पुनः श्रुतरचनां विदधाना आचारादिक्रमेण रचयन्ति स्थापयन्ति च, मतान्तरेण तु पूर्वगतसूत्रार्थः पूर्वमर्हता भाषितो गणधरैरपि पूर्वगतश्रुतमेव पूर्वं रचितं पश्चादाचारादि । नन्वेवं यदाचारनियुक्त्यामभिहितं- "सव्वेसिं आयारो पढमो" [आचा०नि०८] इत्यादि तत् कथम् ?, उच्यते-तत्र स्थापनामाश्रित्य तथोक्तम, इह त्वक्षररचनां प्रतीत्य भणितं 'पूर्वं पूर्वाणि कृतानि' इति ।'-समवा०सू०वृ०१४७(४), पृ० २४९-५० ॥ २.'.....प्रथममङ्ग स्थापनामधिकृत्य, रचनापेक्षया तु द्वादशमङ्गं प्रथमम्, पूर्वगतस्य सर्वप्रवचनात् पूर्वं क्रियमाणत्वादिति' -समवा०सू०वृ०१३६-२, पृ०२११ ॥

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 496