Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમાંથી અનેક મોતી આપે કે જેથી તે પહેરીને એઓ પણ મનુષ્યોની પેઠે શોભી નીકળે ? અથવા તો આવા વિકલ્પો જ મારે શા માટે કરવા ? આ હાર મારા પુત્રોને જ આપું. ખરી રીતે એઓ જ આ દક્ષિણા ને યોગ્ય છે, એમ વિચારી એણે એ હાર કોઈને ખબર ન પડે તેમ પોતાના મોટા પુત્રને જઈને આપ્યો. પુત્રે પણ આકાશને ઝળહળાવી મુક્તા એવા એ હારને ગ્રહણ કર્યો; કારણ કે અમુક કાર્યનું પરિણામ શું આવશે એનો પહેલાથી કોઈ વિરલા જ વિચાર કરે છે.
એવામાં ચલ્લણારાણી, સમુદ્રમાંથી લક્ષ્મી બહાર આવે તેમ, વાવમાંથી ભીને શરીરે બહાર આવી. દાસીએ પોતાના મસ્તક પરથી આભૂષણો ઉતાર્યા તો તેમાં હાર ન મળે. દિવ્ય હાર ગયો જાણી બહુ શોક કરતી. ચલ્લણારાણીનો તો જાણે જીવ જ ઊડી ગયો ! તેણે દાસીને કહ્યુંઅરે ! તું ઊંઘતી લુંટાણી ! મૂર્ખ, ખરે જ તારા ગલોફાં કાણાં થયા છે અને તું ખાય છે ? આટલો હાર ન સાચવી શકી ત્યારે તેં કર્યું શું ? હવે વર વિનાના જાનૈયા શા કામના ? મને એ હાર વિના એકપણ આભૂષણ ગમતું નથી. કેમકે વિદ્વાનોને પણ ધ્વનિકાવ્ય વિના. બીજું કાવ્ય રચતું નથી. દાસીએ કહ્યું કે-સ્વામિની ! મને પણ કદિ ન થયું હોય એવું આશ્ચર્ય આજ થાય છે. તમે મારા પર ક્રોધ ના કરો. કારણકે મેં તો પશુ કે મનુષ્ય કોઈને હાર લઈ જતાં જોયો નથી. તમે સ્નાન કરતા હતા તે વખથે કોણ અહીં આવી શકે તેમ હતું ? કારણકે ગ્રીષ્મકાળના મધ્યાહ્ન સમયે સૂર્ય સામે જોવાને કોણ સમર્થ છે ? કોણ જાણે એ પગ કરીને ક્યાંય જતો રહ્યો ! નહીં તો ક્ષણમાત્રમાં ક્યાં જાય ? પછી બંનેએ મળીને અશોક બાગમાં બધે તપાસ કરી પણ આકાશપુષ્પની પેઠે એની ક્યાંય ભાળ લાગી નહીં. એટલે એકદમ જઈને ચેલ્લણાએ સર્વ વ્રત્તાંત રાજાને જણાવ્યો. અથવા તો જેનું સર્વસ્વ ગયું હોય તેની આવી જ સ્થિતિ થાય છે.
રાજાએ પણ નગરને વિષે પડહ વજડાવ્યો કારણકે એમ કરવાથી જ કદાચિત ફળ આવે તો આવે એમ હતું. “જે કોઈએ મુગ્ધભાવથી હાર લીધો હોય એણે આવીને અમને આપી જવો. મનમાં લેશ પણ ભય
ક્ષણમા
જાણે એ પણ સમયે સૂર્ય સામાવી શકે તેમ હતું જ
૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)