________________
અભયકુમાર ચરિત્ર
૨૩૨ સુંદરતર ભોગો ઉપાર્જન કર્યા. ૯૮. પરંતુ રત્નાએ હૃદયમાં વિચાર્યું. આ મુનિ મલવાળા કેમ રહ્યા? જો શરીરનું પ્રક્ષાલન કર્યું હોત તો શું હાનિ થાત? ૯૯. જેમ લશણભક્તની પાસે રહેવું શક્ય નથી તેમ કાયાના મળમાંથી પ્રસરતી દુર્ગધ પાસે રહેવું શક્ય નથી. ૯૦૦. બીજી રીતે પણ ધર્મ આરાધી શકાય છે. મલિન રહીને જ ધર્મની આરાધના થાય તેવું નથી. શું ધન મેળવવાના ઘણાં ઉપાયો નથી હોતા? ૯૦૧.
પછી પોતાના સ્થાને આવીને રાગદ્વેષ વિનાના મુનિએ 'સાપનું દરમાં પ્રવેશ' એ ન્યાયથી ભોજન કર્યું. કહેવાનો ભાવ એ છે કે સાપ બિલમાં સીધો જ પ્રવેશ કરે છે પણ વાંકો ચૂકો નહિ. બિલ સિવાય હંમેશા વાંકોચૂકો ચાલે છે. તેમ સાધુઓ મોઢામાં કોળિયા મૂકીને ડાબી જમણી બાજુ વાગોળતા નથી સીધો ઉતારી જાય છે. અર્થાત્ અનાસકત ભાવે ભોજન કરે છે. ૯૦૨. વત્સપાલનો જીવ તું શ્રેષ્ઠીપુત્ર થયો. પાડોશણો તારી જયશ્રી વગેરે છ પત્નીઓ થઈ. ૩. નિંદાથી દુઃકર્મ ઉપાર્જતી રત્ના ગણિકા (વેશ્યા) થઈ. કર્યગણ પ્રસ્તાવ (પ્રસંગ) ને લે છે. ૪. હે મહાભાગ!તે મુનિને ભક્તિથી પરમાનથી ત્રણ અંતરે વહોરાવ્યું, તે તે ક્ષણે આંતરે આંતરે વહોરાવવાથી તારા ભોગો અંતરાયવાળા થયા. અથવા સારા વેગથી જતો રથ પણ ખાડો આવે ત્યારે ખંચકાય જ છે. ૬. પરંતુ તમને સર્વને પરિણામ સારું આવ્યું કેમકે પાત્રદાન પોતાના ભાવી ફળનું કારણ છે. ૭. કૃતપુણ્ય ફરી ભગવાનને વિનંતી કરી કે હે ભગવન્! આ દેવદત્તા મારી પૂર્વભવની માતા હતી. તેણીએ મારું સર્વસ્વ લઈને અનાથની જેમ રાંકડા એવા મને ક્ષણથી બહાર ધકેલ્યો તેનું શું કારણ છે? ૯. સંપૂર્ણ વસ્તુ સમૂહને જોતા પ્રભુએ કહ્યું ઃ આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તમે બે ચંદ્ર અને ભદ્ર નામના પરસ્પર મિત્રો હતા. આ સંસારમાં કોને કોની સાથે મિત્રતા અને શત્રુતા નથી થઈ? ૧૧. ચંદ્ર અને ભદ્ર પરસ્પર લેણદેણનો વ્યવહાર કર્યો. લોકમાં આજ પ્રીતિનું લક્ષણ કહેવાયેલ છે. ૧૨. આપવું લેવું, છાની વાત કરવી, પુછવું, ભોજન કરવું અને કરાવવું એ છ પ્રીતિના લક્ષણો છે. ૧૩. પરસ્પર પ્રીતિને ધરતા તે બેના કેટલાક દિવસો પસાર થયા. એકવાર ચંદ્રના ઘરે કોઈક ઉત્સવ ઉપસ્થિત થયો. ૧૪. ચંદ્ર પોતાની પત્ની માટે વિવિધ પ્રકારના મણિ જડેલ આભૂષણની ભદ્ર પાસે માંગણી કરી કારણ કે સ્ત્રીઓ આભૂષણપ્રિય હોય છે. ૧૫. જે મિત્રને કામમાં આવે તે જ વસ્તુ સાર્થક છે એમ બોલતા ભદ્ર હૃદયવાળા ભદ્ર તેને આદરથી આભૂષણ આપ્યું. ૧૬. ઉત્સવ પૂરો થયા પછી લોભમાં પડેલા ચંદ્ર ભદ્રને આભૂષણ પાછું ન આપ્યું. અથવા તો ધન જ મતિને બગડવાનું કારણ છે. ૧૭. ચંદન જેવા શીતળ ભદ્ર ચંદ્રને કહ્યું કે મેં તને આભૂષણ આપ્યું તેને ઘણાં દિવસો થઈ ગયા હવે પાછું આપ. ૧૯. અહો! જેમ કર્મવડે આત્મા શરીરમાં મુકાય તેમ મેં તારા અલંકારને રાત્રે છાણાના ઢગલામાં સુરક્ષિત સ્થાને મૂક્યું હતું. ૨૦. કોઈ ચોર આવીને તારું આભૂષણ હરી ગયો છે, અથવા ચોરો ચોરીના સાહસમાં હોશિંયાર હોય છે. ૨૧. તેનું વચન સાંભળી ભદ્ર ઘણો વિષાદ પામ્યો. અહો! આણે મારું અસ્ત્રા વિના મુંડન કરી નાખ્યું. રર. આની જેવી ધૃષ્ટતા છે તેનાથી હું માનું છું કે આ પાછું નહીં આપે. તલમાં તેટલું જ માત્ર તેલ છે. એ નિશ્ચિત છે. ર૩. આ સંસારમાં એટલું સુનિશ્ચિત છે કે જ્યાં સુધી મિત્રનું ધન હાથમાં નથી આવતું ત્યાં સુધી જ મિત્ર મિત્ર છે. ૨૪. જેમ હાથમાં રહેલ ધનુષ્યમાંથી બાણ છૂટી જાય છે તેમ ધન હાથમાં રહ્યું હોય ત્યારે ગુણવાન પણ મિત્રમાંથી ગુણો ક્ષણથી નીકળી જાય છે. ૨૫. તો પણ હું મધુર વચનોથી સમજાવી જોઉ જો માની જાય તો સારું છે. કેમકે શીંગડા અને પૂંછડામાં પંપાળાયેલી ગાય દોવા દે છે. ૨૬. એમ વિચારીને ભદ્રે તેને ફરી કહ્યુંઃ હે મિત્ર! મજાક છોડીને આભૂષણ પાછું આપ. ૨૭. હે ચંદ્ર ! તું ચંદ્રની જેમ સદા સૌમ્ય