Book Title: Aatmsparshi Mahanad Author(s): Babubhai Girdharlal Kadiwala Publisher: Babubhai Kadiwala Charitable Trust View full book textPage 5
________________ આત્મ સ્પર્શી મહાનાદ અશાન્ત મનુષ્ય શાન્ત થાય છે. શ્રધ્ધાવિહીન મનુષ્યને શ્રધ્ધા ઉત્પન્ન થાય છે અને ધર્મના પરિણામ થાય છે. આ પ્રયોગ નિયમિત કરવાથી સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ છીએ. Self centered આપણી ચેતના God Centered બને છે. ધ્યાતા ધ્યેય ધ્યાન એકે, ભેદ છેદ કરશું અમે ટેકે, ખીર નીર પર તુમ મીલશું, વાચક યશ કહે હેજે હળશું. (ઉ યશોવિજયજીકૃત વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન.) અહીં મહાપુરૂષનું કહેવું છે “જેવી રીતે દુધમાં સાકર નાખીએ અને તે દૂધમાં : એકમેક થઈ જાય છે, તે રીતે ખીર નીર પર તુમશું મીલશું એટલે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું એટલે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ આપનું અભેદ મીલન તે જ આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનુભવની પ્રક્રિયા છે. જેમ જેમ સ્થિરતા પૂર્વક પરમાત્માનું ધ્યાન થશે તેમ તેમ આત્માના અનુભવની દિશામાં આગળ વધીશું.” . પ્રભુ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ, ઈમ પણ મીલવું સુલભ જ કહીએ. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એક તાને. (અભિનંદન જિન સ્તવન) પૂર્વાચાર્યોએ અનુભવ-રસ ચાખ્યો છે અને તે આત્માનુભવ રસ ચખાડવા માટે આપણને પરમાત્મ ભક્તિ-ધ્યાન આદિનો દિવ્ય માર્ગ બતાવ્યો છે. શ્રધ્ધા પૂર્વક તે જિન કથિત માર્ગે આપણે નિષ્ઠાપૂર્વક પુરૂષાર્થ કરવાનો છે. પરમાત્મ પ્રેમ જયારે પ્રગાઢ બને છે ત્યારે વસંતની વહેલી પ્રભાતે સુર્યના દર્શને ખીલતી કોમળ કમળની પાંખડીઓની જેમ પરમાત્માનું દર્શન થતાં પ્રગાઢ પ્રેમની મતિ સાધકના હૃદયમાં ઉભરાય છે. લજજાની લાલાશ મુખ ઉપર ઉપસી આવે છે. કાંઈ પણ કારણસર દુઃખી થયેલા સાધકના ચહેરા ઉપર, પ્રભુ દર્શનથી વસંતની મુશ્કેરાટ ઊભરાવા લાગે છે. આ પુસ્તકના પ્રેમાળ સ્પર્શના અક્ષરો વાંચતા વાંચતાં પ્રેમ તમારી આંખોમાં થઈને હૃદયમાં ઓગળી જાય ત્યારે પ્રભુ પ્રેમ તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રભુ પ્રેમના પારિજાતની પાંદડીઓને પ્રગાઢ પ્રેમથી પૂરતું પુસ્તક પરમાત્મા પ્રેમની પ્રાણીમાત્રમાં પ્રતિષ્ઠા પૂરો, પ્રાણીમાત્રને પૂર્ણતા પર્યત પહોંચાડો. લી. બાબુભાઈ કડીવાળાના પ્રણામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84