Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 44
________________ આત્મનિષ્ઠ ધુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ વિશ્વાસ આવશે ? અમો કહીયે તેમ કરશો ? મેં જવાબ દીધો કે હા જી. કૃપાળુ કહે કે “અમે તમને સન્યાસીનો વેષ પહેરાવશું તો પહેરશો ?” મેં કહ્યું હા જી સાહેબ. કૃપાળુદેવ - ‘તમને તે ગમશે?” ત્યારે મેં કહ્યું “મારા કલ્યાણ માટે આપ જે બતાવો તે યોગ્ય જ હશે.” કૃપાળુદેવ - “અનંતકાળ થયા જીવે નકામા જન્મો ખોયા છે માટે આ ભવ તમે અમને સોંપી દો.” મેં કહ્યું કે “આ દેહ આપને સોંપ્યો છે.' બીજે દિવસે કૃપાળુદેવ મુંબઈ પધાર્યા હતા. સ્ટેશન ઉપર દંડવત્ નમસ્કાર કર્યા પણ બીલકુલ સામું જોયું ન હતું. તીવ્ર વૈરાગ્યવાન મુખમુદ્રા રહેતી હતી. ત્યાં એક ડબ્બામાં મોટા અધિકારીઓ અને સ્ત્રીઓ સેકંડ ક્લાસમાં બેઠેલા હતા. મેં બારણું ઉઘાડવા માંડ્યું તો તેઓ ન બેસવા દેવા તકરાર કરવા લાગ્યા એટલામાં કૃપાળુદેવ ત્યાં પધાર્યા ને તેમની સામું જોઈ બોલ્યા કે “કારણ શું?’ એટલો એક શબ્દ બોલતાં જ તેઓ ચૂપ થઈ ગયા અને કૃપાળુદેવ તે ડબ્બામાં પધાર્યા. મને લાગ્યું કે અહો ! પ્રભુના યોગબળનો પ્રતાપ કેવો છે? ત્યારબાદ કૃપાળુદેવ મુંબઈ પધાર્યા. મને કૃપાળુદેવના વિરહથી આંખમાં આંસુ આવવા લાગ્યા. સર્વ દિશાઓ શૂન્ય જેવી લાગવા માંડી. જ્યાં જોઉં ત્યાં, જે ઓરડીમાં કૃપાળુદેવ બિરાજયા હતા તે ઓરડી અને કૃપાળુદેવ જ દેખાય. પછી તે વસ્તુ દેખાતી એમ મને પાંચ દિવસ સુધી રહ્યું હતું. ત્યારપછી તે - ઓછું દેખાતું એમ કરતાં પંદર દિવસે તે દેખાવું બંધ થઈ ગયું હતું. આ પ્રકારના આશ્ચર્યને લઈને મારા અંતઃકરણમાં કોઈ ઓર જ છાપ પડી ગઈ કે આ કોઈ દૈવી પુરૂષ છે. બીજો સમાગમ સંવત ૧૯૫૧માં કૃપાળુદેવ ઉંદેલ પધાર્યા હતા ત્યારે થયો હતો. એક વખત ભાગોળે બેઠા હતા, સાથે પચાસ મુમુક્ષુભાઈઓ હતા તથા બાજુમાં એક ગાંડો માણસ બેઠો હતો તે પોતાના હાથ-પગની ચેષ્ટા કરતો હતો. તે વખતે ઉપદેશધારાનો અમૃત વરસાદ વરસતો હતો. પેલા ગાંડા માણસની ચેષ્ટાથી કેટલાકને હસવું આવ્યું. તે જોઈ કૃપાળુદેવે તેઓને ઠપકો આપ્યો કે “એનામાં વધારે મીઠું પડ્યું છે ને તમારામાં થોડું મીઠું પડ્યું છે પણ કંઈ તમો સાવ ચોખ્ખા છો એમ માનવાનું નથી.’ આ રીતે એ ગાંડો માણસ સંકલ્પ વિકલ્પ બહાર કાઢે છે ને તમો તેને દબાવી રાખો છો પણ અંદરથી ગાંડાપણું બંનેને સરખું છે. - કૃપાળુદેવે એક વખત એવો બોધ કર્યો હતો કે જીવ જ્યારે જ્ઞાની પાસે આવી કલ્યાણની ઇચ્છા બતાવે છે ત્યારે જ્ઞાની કહે છે કે – “વિષયોને રોકવા” તેથી જીવ ગભરાય છે ને મારાથી તે નહીં બને એમ કહી ત્યાંથી ચાલ્યા જાય છે. વળી અનેક જન્મોનું ચક્કર ફરી, પાછો જ્ઞાની પાસે કોઈ વખત આવી ચઢે ત્યારે પણ કલ્યાણ માટે જ્ઞાની કહે છે કે વિષય કષાયને છોડવા અને પોતે કરતો હોય તેનાથી બીજું સાધન કરવા જ્ઞાની આજ્ઞા કરે તો જીવ કહે કે હું કરું છું તે ઠીક છે, બીજું મારાથી નહીં બને, એમ ફરી ફરી પાછો ચાલ્યો જાય છે. આમ જીવ અનાદિકાળથી રખડ્યો છે. વળી ત્યાં બીડી નહીં પીવા માટે ઘણો ઠપકો દેતા હતા. આ જીવ સાડાત્રણ મણનું આ નો-કર્મ એટલે શરીર પામ્યો છે ને વળી તે ઉપરાંત તે તેજોવેશ્યાનો ધુમાડો કાઢે છે એ થોડું શરમાવા જેવું છે? એક પાઈની ચાર બીડી તે આત્માને આકર્ષે છે. એક પાઈના ચાર આત્મા થયા. આમ બળવાન ઉપદેશ કર્યો હતો. હું પણ રોજ પચાસ બીડી પીતો હતો ત્યારથી છોડી દીધી તે ફરીથી પીવાની ઇચ્છા થઈ ન હતી. એક વખત રતનચંદ નામનો એક શુષ્ક અધ્યાત્મી વાણિયો ત્યાં આવ્યો હતો. કૃપાળુદેવ રતનચંદ ૪3

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110