Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 42
________________ પો સહાયક થાય’ એ માન્યતા તે સંસારનું બીજ છે. તે ‘દુષ્કૃત’ પ્રત્યે જ્યાં સુધી હેય બુદ્ધિ આવે નહીં ત્યાં સુધી પર પ્રત્યેનું મમત્વ અભિપ્રાયમાંથી પણ છુટે જ નહીં માટે દુષ્કૃતને મિથ્યા કરવા માટે આત્માનું સાચું સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ. (૭) જ્યારે જીવ પોતાનું યથાર્થ સ્વરૂપ સમજે અને એવી જ યથાર્થ સ્વાનુભૂતિ (આત્માનુભૂતિ) થાય - પ્રતીતિ થાય - ત્યારેજ તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. સમ્યગ્દર્શનનું પ્રગટ કરવું તે મિથ્યાત્વના પ્રતિક્રમણની સાચી ક્રિયા છે. (૮) સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ ભૂતકાળમાં કરેલા ભાવ કર્મના નિમિત્તે આવેલા દ્રવ્યકર્મોને મિથ્યા કરનારું સાચું પ્રતિક્રમણ થાય છે. જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તે મિથ્યાદર્શનનું પ્રતિક્રમણ છે. સમ્યગ્દર્શન પ્રગટ કરી પોતાના સ્વરૂપમાં લીન થઈ ચૈતન્ય સ્વરૂપ આત્માના અનુભવમાં સ્થિર થાય તે મિથ્યાચારિત્રનું પ્રતિક્રમણ છે. આ યથાર્થ પ્રતિક્રમણ ખરૂં ‘‘મિચ્છામિ દુક્કડં” છે. તે ધર્મનું સાચું અંગ છે, એમ સમજવું. ' સમ્યગ્નાન,સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની એકતાને (રત્નત્રયીની એકતાને) જ શાસ્ત્રોમાં મોક્ષમાર્ગ કહ્યો છે. આ રત્નત્રયી મોક્ષમાર્ગ પર ચાલતાં જ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. અને આ જ સર્વે જીવની એક માત્ર અભિલાષા હોય છે. (૯) સમ્યગ્દર્શન થતાં પૂર્વે કરેલાં દુષ્કૃતોનું મિથ્યાપણું ચાલી જાય છે. કેવી રીતે? ‘‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન એ છે કે જેમ કોઈએ પહેલાં ધન કમાઈમે ઘરમાં રાખ્યું હતું પછી તેના પ્રત્યેનું મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે ભૂતકાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે; તેમ જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું પછી જ્યારે તેને અહિતરૂપ જાણી તેના પ્રત્યેનું મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહીં બાંધ્યા સમાન મિથ્યા છે. આ ભાવથી પૂર્વનું ‘“દુષ્કૃત’ મિથ્યા થઈ શકે છે. તે ભાવને સાચું ‘મિચ્છામિ દુક્કડં' કહેવામાં આવે છે. (૧૦) જીવને હમેશાં એજ પ્રશ્ન થાય છે કે સમ્યગ્દર્શન પ્રથમ શા માટે પ્રાપ્ત કરવું? રત્નત્રયમાં સમ્યગ્દર્શન જ મુખ્ય છે. સમ્યગ્દર્શન થવાથી સમ્યગ્નાન અને સભ્યશ્ચારિત્ર થઈ સકે છે. સમ્યગ્દર્શન વિના બધું જ જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને ચારિત્ર બધું મિથ્યાચારિત્ર છે. સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, જપ આદિ પણ બધું વ્યર્થ છે. માટે મનુષ્યજન્મ પામીને સર્વથી પહેલું સમ્યગ્દર્શન ધારણ કરવું જોઈએ અને મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ આજ સાચું “મિચ્છામિ દુક્કડં” તત્ત્વનિર્ણયરૂપ ધર્મ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જે પોતાના હિતનો વાંછક છે તેણે તો સર્વેથી પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય કરવા યોગ્ય છે. ૩૬

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48