Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 79
________________ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમયસમય નિવાસ ઈચ્છવો, અસત્સંગપણે ક્ષણે-ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને ફરી ફરીને વારંવાર આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. સ્વાનુભૂતિ એ જ સુખનો સાચો ઉપાય છે. (૩) સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક “આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વજ્ઞાનનું ફળ પણ “આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગી પુરુષોએ કહ્યું છે, જે અત્યંત સત્ય છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; , સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ - ૧૨૩ (આત્મસિદ્ધિ શાસ્ત્ર) આત્માની નિર્મળતાર્થે શું જરૂરી? સમાધાન આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુએ બે સાધન સતુશ્રુત અને સત્સમાગમ અવશ્ય સેવવા યોગ્ય છે. પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે જે આપણને પ્રાપ્ત થયો છે. જીવ સદ્દષ્ટિવાન હોય તો સહ્યુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે. સપુરુષનો યોગ ન હોય ત્યારે સત્કૃતનો પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સત્કૃત સેવવા યોગ્ય છે એનું ફળ અલૌકિક અમૃત સમાન છે. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૭૬ છ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90