Book Title: Aakashganga Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Shantijin Aradhak Mandal Manfara View full book textPage 8
________________ ૬. પાડો : પાડો સરોવરનું પાણી ડહોળી નાખે, તેમ કેટલાક શ્રોતા ખોટા બરાડા પાડી સભા ડહોળી નાખે. આ છ મહા અશુભ છે. હવે છ પ્રકાર મિશ્રના ૧. બિલાડો ઃ દૂધ ઢોળીને પીએ, તેમ ઉપદેશકનું અનિષ્ટ ચિંતવી સાંભળે. બગલો : બહારથી ઊજળો, અંદરથી મેલો, તેમ બહારથી વિનય બતાવી અંદરથી મલિન રહી સાંભળે. પોપટ: પરમાર્થ જાણ્યા વિના બોલાવીએ તેમ બોલે, તેમ માત્ર ગોખેલું જ બોલનારો શ્રોતા. ૪. માટી: પાણી મળે ત્યાં સુધી ભીની, પાણી સૂકાયા સૂકી, તેમ કેટલાક શ્રોતા સાધુનો સંગ મળે ત્યાં સુધી કોમળ... પણ તે જતાં જ પાછા હતા તેવાને તેવા જ - કઠોર ! ડાંસ : ચટકા ભરે તેમ કોઇ શ્રોતા અન્ય શ્રોતા સાથે ઝગડી પડે. સભાને ખેદ પેદા કરાવે. ૬. જળોઃ અશુદ્ધ લોહી પીએ, તેમ જે માત્ર છીછરી વાતો જ યાદ રાખે, તત્ત્વજ્ઞાન નહિ. ઉત્તમ શ્રોતાના ત્રણ પ્રકાર : ૧. ગાય : થોડું ઘાસ ખાઇને પણ દૂધ આપે, તેમ થોડું સાંભળીને પણ વક્તાનો ઉપકાર માને. ૨. બકરી: નીચી નમીને ડહોળ્યા વિના પાણી પીએ, તેમ વાતો કર્યા વિના શાંતિથી સાંભળે. ૩. હંસ : પાણી છોડીને માત્ર દૂધ જ પીએ, તેમ સાર ગ્રહણ કરે. | આકાશગંગા • ૬ - ધર્મ શ્રવણ બે કારણે મળે : ૧. કર્મના ક્ષયથી. ૨. કર્મના ઉપશમથી. - હાસંગ ૨/૪ ક ધર્મ શ્રવણનું ફળ : ધર્મ શ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી વિરતિ (પચ્ચક્ખાણ), વિરતિથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી તપ, તપથી કર્મક્ષય, કર્મક્ષયથી મોક્ષ. - ભગવતી ૨/૫ જ શ્રવણ વિધિ : cછે નિદ્રા, વિકથાનો ત્યાગ કરવો. છે મન, વચન, કાયાનું ગોપન કરવું. * બે હાથ જોડવા. Cછે ચેતનાને જાગૃત રાખવી. છે હૃદયમાં બહુમાન રાખવું. - વિશેષાવશ્યક ૭૦૭ બુદ્ધિના આઠ ગુણ : ૧. શુશ્રુષા : સાંભળવા ઇચ્છવું. ૨. શ્રવણ : સાંભળવું. ૩. ગ્રહણ : સમજવું. | આકાશગંગા .Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 161