Book Title: Aakashganga
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 151
________________ આ મહાકાવ્યની મનોહરતા સંસ્કૃતના અભ્યાસી જ જાણી શકે, છતાં માત્ર વાંચન કરવા દ્વારા પણ જેનું શબ્દ લાલિત્ય આકર્ષી જાય એવું આ કાવ્ય છે. અપ્રસિદ્ધ અને ઓછું પઠનીય આ કાવ્ય પ્રસ્તુત ‘શાલિભદ્ર મહાકાવ્યમ્'ના પ્રકાશન દ્વારા જરૂર વધુ પ્રસિદ્ધ અને પઠનીય બની રહેશે, એ નિઃશંક છે. આ બદલ પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજની જ્ઞાન સાધનાને જેટલી બિરદાવીએ, એટલું ઓછું જ ગણાય. - ‘કલ્યાણ’ વર્ષ ૪૮, અંક-૧૨, માર્ચ-૧૯૯૨ : આવો બાળકો વારતા કહું :રમૂજ, ચતુરાઇ, સાહસ વગેરેને આલેખતી કુલ ૧૭ બાળવાર્તાનું આ એક રૂપકડું પ્રકાશન છે. એક સરખી દેખાતી ત્રણ પૂતળીઓ સાંભળવા બાબતમાં કઈ રીતે જુદી પડે છે, તે કવિ કાલિદાસે કેવી રીતે શોધી કાઢયું કે બકરાના ટોળામાં ઊછરતાં સિંહનાં બચ્ચાંને એના સિંહત્વની ખબર કેવી રીતે પડી, તેવી બાળ વાચકને સમજાય, રસ પડે તેવી આ કથાઓ મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ અહીં અત્યંત રસાળ શૈલીમાં આલેખી છે. બાળકના વિસ્મય અને જિજ્ઞાસાથી ભર્યા વિશ્વમાં એને રસ પડે તેવા કથા-વસ્તુને પ્રાસાદિક શૈલીમાં આલેખવાની લેખકમાં સરસ ફાવટ હોઇ તેઓ અહીં એક કુશળ બાળવાર્તાના સર્જક તરીકે ઉપસ્યા છે. કથાનકને અનુરૂપ અને રંગ-બેરંગી ચિત્રો આ વાર્તાઓને હોંશે-હોંશે વાંચવી ગમે તેવી આકર્ષક બનાવે છે. પ્રત્યેક વાર્તાનો અંતે એમાંથી નીકળતો જીવન-બોધ લેખકે આપ્યો છે. આત્માની મુક્તિ, માનવ-દેહનું મૂલ્ય, જિનાજ્ઞામાંથી ભાગવાની સજા, સુખ-દુ:ખની સમજણ, લોભી વૃત્તિ વગેરેના ન આકાશગંગા • ૨૯૨ - મૂળમાં પ્રવેશવાની સમજૂતી લેખકે આપી છે. ચાર-પાંચ વર્ષના બાળક માટે આવો અર્થ-બોધ ભારેખમ બની રહે તેવી શક્યતા છે. પણ એથી મૂળ વાર્તાઓનો રસ બિલકુલ ઓછો થતો નથી. એટલે ફક્ત રસપૂર્વક વાર્તાઓ વાંચવા માટે પણ બાળકોને અવશ્ય ગમે તેવું આ પુસ્તક બન્યું છે. એમાંથી તારવેલો ઉપદેશ મોટેરા વાચકોને અવશ્ય માર્ગદર્શક બની રહેશે. સુઘડ છાપકામ, આકર્ષક ચિત્રો અને સરળ રજૂઆત પુસ્તકનું આકર્ષણ વધારે તેવાં છે. - “જન્મભૂમિ-પ્રવાસી’ મુંબઈ, રવિવાર, તા. ૪-૧૧-૧૯૯૦ * * * -: વાંચવા અને વસાવવા યોગ્ય આ પુસ્તક : પુસ્તકના આરંભમાં નવકાર મંત્ર તથા ‘એક ધૂન’ આપવામાં આવેલ છે. પંચોતેર પૃષ્ઠોમાં સત્તર વાર્તાઓ સરળ, સાદી શૈલીમાં રોચક તથા ગ્રાહ્ય બને તે રીતે ભિન્ન ભિન્ન વાર્તાઓના પાત્રોના ભાવોચિત ચિત્રો સાથે આપવામાં આવેલ છે. જ્ઞાન સાથે ગમ્મત પમાડે એવી પ્રેરક આ પ્રત્યેક વાર્તાઓના અંતે તાત્ત્વિક રીતે છણાવટપૂર્વક બોધ-જ્ઞાનસભર ટૂંક સસાર તથા શૈક્ષણિક હેતુને પાર પાડે તેને અનુરૂપ સ્વાધ્યાય આપવામાં આવેલ છે. - કચ્છમિત્ર -: ઇસે જીંદગી કહતે હૈ... :આ પુસ્તકમાં ગુજરાતના ઇતિહાસની સુપ્રસિદ્ધ બંધુબેલડી વસ્તુપાળ-તેજપાળની જીવન-કથા તથા તે સમયના ન આકાશગંગા • ૨૯૩ |

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161