________________ માખણ કરતાં શ્રીનો ઉપગ ઇષ્ટ છે, કારણ કે માખણ થોડા વખતમાં ઊતરી જાય છે અને તે ઊતરેલું માખણ વમન, હરસ, કેઢ તથા મેદાને ઉત્પન્ન કરે છે. જ્યારે ઘી લાંબા સમય સુધી ઊતરી જતું નથી અને તે રસાયન, મધુર, નેત્રને હિતકારી, અગ્નિદીપક, શીતવીર્ય– વાળું, બુદ્ધિવર્ધક, જીવનપ્રદ, શરીરને કમળ રાખનારું, બળ, કાંતિ અને વીર્યને વધારનારું, મલ–નિસારક અને ભેજનમાં મીઠાશ આપનારું છે, એટલે અભક્ષ્ય માખણ ન વાપરતાં પ્રાચીન રિવાજ મુજબ સવારના નાસ્તામાં ખાખરા, ઘી, દહીં, દૂધ વગેરેને ઉપયોગ કરવા ઈષ્ટ છે. પણ પાઉં-રોટી અને માખણને ઉપયોગ કર બિલકુલ ઈષ્ટ નથી. પાઉંને આથો અને વપરાયેલ જીવજંતુવાળો મેં તથા માખણ અભક્ષ્ય હાઈ અનેક ત્રસ જીવોના નાશ સાથે આરોગ્યની હાનિ કરે છે. માટે તેને ત્યાગ કર સમુચિત છે. સ્વાધ્યાય , (1) બાવીશ અભક્ષ્યનાં નામ લખે. (2) જૈનદર્શનની અસાધારણતા વણ. (3) અભક્ષ્યની વ્યાખ્યા તથા અભક્ષ્યતાના હેતુઓ ચર્ચો. (4) પંચુબરનાં નામ લખો, શા માટે તે અભક્ષ્ય ગણાય છે? (5) મધની ઉત્પત્તિ અને અભક્ષ્યતા સમજા. (6) મદિરાનાં બીજાં નામો આપી ગેરલાભે સૂચ. (7) મદિરાને ત્યાગ શા માટે ? શરીરને શેતાન શી રીતે ? (8) મદિરાપાનથી અનેકવિધ નુકસાને ચિત્ર મુજબ ચર્ચો. (9) મદિરાના કારણે દ્વારિકાનો નાશ શી રીતે થયો ?