SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ [૪]. સર્વાગી કાંતિકાર ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ભગવાન ઋષભદેવ, આદિમનું, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, રામ અને કૃષ્ણનાં સર્વાગી ક્રાંતિકાર તરીકેનાં જીવન ઉપર અત્યાર સુધી વિચાર થયું છે તેમ જ તેમણે શું ક્રાંતિ કરી, તે વિષે પણ ચર્ચા કરી છે. અત્રે સર્વાગી ક્રાંતિકાર તરીકે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનાં જીવન પાસાંઓને વિચાર કરવાનું છે. ક્રાંતિકારનાં જીવનમાં મહત્ત્વપૂર્ણ વસ્તુ એ હોય છે કે તેઓ સિદ્ધાંત માટે કે સામાજિક મૂલ્ય ખેવાતાં હોય ત્યારે પિતાના પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમવા તૈયાર હોય છે. મહાવીર અને બુદ્ધ બંનેનાં જીવન પ્રસંગમાં આ વસ્તુ સ્પષ્ટ દેખાશે. બુદ્ધ અને મહાવીરને એક સાથે લેવાનું કારણ એ છે કે બંને સમકાલીન હતા અને લગભગ બંનેએ સમાન ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. ભગવાન મહાવીર સામાજિક પરિસ્થિતિ : ભગવાન મહાવીરના જીવન વખતે સામાજિક પરિસ્થિતિ આ પ્રમાણે હતી –“તે વખતે વર્ણાશ્રમ વ્યવસ્થા તો હતી જ પણ બ્રાહ્મણનું વર્ચસ્વ સર્વોપરી હતું. તેમના કહેવા પ્રમાણે ક્ષત્રિયો ચાલતા હતા. ક્ષત્રિયા બાકીના બે વર્ગોને ચલાવતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયો મળીને મોટા યજ્ઞ કરતા; જેમાં નિર્દોષ પશુઓને હેમવામાં આવતા. તેના વડે સ્વર્ગ અને સુખ સાધન મળશે એમ બ્રાહ્મણે માનતા અને ધર્મ બતાવતા. યજ્ઞમાં થતી હિંસાને હિંસા માનવામાં આવતી ન હતી. ભગવાન મહાવીરે આ બધાં સામાજિક મૂલ્ય ખવાતાં જોયાં, અને રાજ્ય, કુટુંબ, પરિવાર–સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમણે નિગ્રંથપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy