SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણ થી પ્રતાપસિંહ ૨૫ વાત નથી. છતાં પોતે કેટલા બુદ્ધિશાળી હતા તેને એક દાખલો અત્રે આપવાથી. વાંચક વર્ગને તેનો ખ્યાલ આવશે. જ્યારે દેવગઢરાવતું જશવંતસિંહ, શાહપુરના રાજા ઉમેદસિંહ અને દેલવાડાના રાઘવદેવ મળીને મેવાડના ગામ લૂંટવા લાગ્યા ત્યારે ઉદયપુરના મહારાણા બહાદુર હતા અને કંઈક બુદ્ધિશાળી હતા. લોક કહેતા હતા કે “મહારાણાશ્રી ગાદી ઉપર બેઠા પછી રાવલની રમત કરાવી હતી, જેમાં એક સિપાઈ અને બીજે કિસાન બન્યું હતું, આ બનાવટી સિપાઈએ પોતાની ગાંઠડી ઉપડાવવા અને વેઠ કરવા માટે કિસાનને પકડ, તેથી કિસાને કહ્યું કે “હું ચૂડાવતોની પ્રજા છું” આથી સિપાઈને બીક લાગી તેથી છેડી મૂકયે, વળી બીજી વાર બોલ્યો કે “ હું શક્તાવની પ્રજા છું તેથી બીજી વાર પણ છોડી દીધે, આખરે કહ્યું કે “ હું તે ખાલસાની પ્રજા છું' આ સાંભળતા સિપાઈને ઘણે જુસ્સે આવ્યું અને કિસાનને જુત્તાને માર મારી તેની પાસે પિતાને બે ઉપડાવ્યો હતે. ” આ રમત દેખતાં જ મહારાણુને ઘણે અફસ થયે અને કહ્યું કે હિમાયતી લેકની પ્રજા નિર્ભય પણ અમારા ખાલસાની રૈયત પર શું આ પ્રમાણે જુમે? રાણાને ઘણી જ ચીંતા થવા લાગી. એ જ દિવસથી પિતે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી હું મારી ગરીબ પ્રજાને તાકાતવાળી ન બનાવું ત્યાં સુધી મારે રાજ્ય કરવું નકામું છે. આ વાતની મહારાણુને પોતાના દિલ પર ઘણું જ ઉંડી અસર થઈ જેથી પોતાના રાજ્યમાં ઘોડાજ વખતમાં પ્રજા મજબૂત થવા લાગી, પરંતુ ઈશ્વરની ઈચ્છા કઈ જુદી જ છે. કારણકે વિક્રમી ૧૮૧૦ ના મહા વદીમાં ઇસ. ૧૭૫૪ ના ફેબ્રુઆરી માસમાં પોતે પરલોકવાસી થયા. રાણ પરલોકવાસી થવાથી ખાલસાની રૈયત બેલવા લાગી કે “આજે આવી યુવાન ઉમરમાં અમે અમારો બાપ ગુમાવી બેઠા છીએ.” મહારાણા દ્વિતીય પ્રતાપને જન્મ વિક્રમ સંવત ૧૭૮૧ ના ભાદરવા વદ ત્રીજના થયા હતા. પિતે ઓગણત્રીસ વર્ષ અને પાંચ મહિનાની નાની ઉંમરમાં સ્વર્ગવાસી થયા, એમનું બદન મજબૂત અને પહેલવાન જેવું હતું. પ્રતાપસિંહ. અવલ નંબરના આનંદી હતા અને પોતે કેવા મજબૂત-તાકાતવાળા હતા, કે ત્યાં એક પત્થરને “મગદળ ” હતો તે મગદળ ઘણો વજનદાર હતે છતાં પણ તે પત્થરના મગદરને સવારના પહોરમાં ઘણી જ આશાનાથી એક હાથે ઘુમાવી નાંખતાં હતાં. આટલા તો પોતે સશક્ત હતા. આ સિવાય એઓશ્રીની કારકીર્દી માં ખાસ જાણવા જેવું છે નહિં. પોતે જ વખત રાજ્ય સેગવી સંવત ૧૮૧૦ ના મહા વદ ૨ તા ૧૦ જાન્યુઆરી ૧૭૫૪ માં અંતકાળ પામ્યા ત્યાર પછી મહારાણા મુજસિંહ ગાદી ઉપર બિરાજમાન થયા, પૂર્વેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy