SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન રાજ્ય કારકીદીમાં કોઈ પણ જાતનું વિના ઉત્પન્ન થવા પામ્યું ન હતું રાણાનું જીવન સાદુ અને સરળ હેવાથી બીજી ઝમક કેઈ પણ જાતની તેઓશ્રીમાં જોવામાં આવી નથી, પરંતુ તેઓશ્રીના શાસનકાળમાં શિલ્પકળાને ઘણું જ ઉત્તેજન અને નવચેતન રેડવામાં આવ્યું હતું. અને અનેક ઈમારતે ઘણી જ સુશોભિત બનાવવામાં આવી હતી, ઉદયપુરમાં જે મહાલ (હવેલીઓ) બંધાવી છે તે અદ્યાપી પર્યન્ત એવી ને એવી જ છે. મહારાણાએ પોતાની કાર્યકુશળતા, સુંદરતા, ચપળતાથી જે બાંધકામમાં શેભા વધારી છે તેનું વર્ણન લખવા લેખકની કલમ લાચાર છે. એવા કરોડના ખર્ચા કરી બાંધકામ સુશોભિત બનાવ્યા, તેમની પા પ્રત્યેની લાગણી જણાઈ આવે છે. તેઓ પ્રજા પ્રત્યે સભાવ અને ન્યાયી શાસન ચલાવતા હતા તેથી અનેક વિપત્તિઓ દૂર નાસતી હતી, અને અઢળક લક્ષ્મી ભાગ્યશાળીના ચમાં આવી દાસી તરીકે કામ કરતી હતી. મહારાણુ જગતસિંહે બંધાવેલી ભવ્ય ઈમારતે, જગનિવાસ અને જગમંદિર ઘણુજ જોવાલાયક સ્થાન છે. તે હાલમાં પણ મેજૂદ છે, તેને જેવાથી આપણે આંખને પણ ઠંડક વળે છે. અને તુરત મુખમાંથી બોલાઈ જવાય છે કે “શું બુદ્ધિ! અને શું ચતુરાઈ ભરેલી ઈમારતો ઉભી કરી છે” તે જોતાં ભલભલાના દિલમાં પ્રેમ અને આહલાદ આવ્યા સિવાય રહે નહીં તે મકાનોના સ્તંભો, જળાશયો, જળયંત્રો વિગેરે ઘણી જ કાળજીભરી કારીગરીથી બનાવેલા છે કે તેને કયા શબ્દોમાં લખવા તે લેખકની કલમ લખવામાં પણ અટકી જાય છે, કારણ કે તેની સુંદર કારીગરીના લખવા માટે શબ્દો જડતા નથી. - મહારાણા જગતસિંહ ઘણું જ યશસ્વી રાજવી હતા, ભૂતકાળમાં મુસલમાનની થએલી કઠોરતા તેઓશ્રીએ પોતાના પ્રેમથી સરદાર અને સામે તેના હદયમાંથી ભૂંસાવી નાંખી હતી. ભૂતકાળમાં જે ઘારે ૪ વાગેલા હતા તે ઘા પિતાના રાજ્ય વહીવટ અને પ્રજા પાલનના ન્યાયમાં શર્વને રૂઝાવી નાંખ્યા હતા. વયં પાદશાહે પિતાના જીવન ચરિત્રમાં તેમજ ઇગ્લાંડના દૂત સરટેમસરેએ પિતાના ગ્રન્થોમાં રાણાશ્રીના ગુણેની પ્રશંસા કરી છે. મહારાણા જગતસિંહ મહેચા રાઠોડ જશવંતસિંહની બેટી જામ્બુવતીબાઈના પેટે જન્મ લીધો હતો, નાનપણથી જ એની તબીયત ઘણી જ પ્રભાવશાળી હતી. મહારાણા કર્ણસિંહના સ્વર્ગવાસ થયા પહેલાં વિ. સં. ૧૬૮૨ (હિજરી ૧૦૩૪ ઈ. સને ૧૯૨૫) માં ઢંઢાડના એક નરૂકા નામને રાજપૂત એમની પાસે ૪૪. ચિત્તોડના ત્રીજી વારના સ્વંશમાં અકબર બાદશાહે “માગુંજે સિંહદ્વારને દારૂગેળાથી ઉડાવી દીધું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy