________________
૩૨
દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
નીપળે તથા એકવાર પાટણ અને ભાવનગર ઉપધાન વહન કરાવી માળ પહેરાવી હતી એ શિયાય પણ ઉપધાન વહન અને માળ પહેરાવવાની વિધિઓ તેમને હાથે અનેકવાર થઈ સંભવે છે. શા. બહેચરદાસ સીરતેદાર જેઓ પોતાના સજજન્યથી રાજનગરમાં એક નામાંકિત પુરા થયા છે, તેમણે મહારાજશ્રી પાસે ઉપધાન વહન કરી માળા પહેરી હતી. તે અવસરે ઉપધાન વહનની ક્રિયાનો આદર વિશેષ હતો, એમ તે કાલીન મુનિવર્યોનાં ચાર ઉપરથી નણવામાં આવે છે.
સંવત ૧૯૨૩ ને આશા શુદિ બીજને રવિવારે મહારાજે શ્રીના ઉપદેશથી એક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવક મગનલાલ વખતચંદ તેમાં અગ્રેધરી તરીકે ભાગ લેતા હતા. જ્યારે સ્થાપના કરવામાં આવી, ત્યારે ગુરૂ મહારાજના પવિત્ર હસ્તે સ્થાપના કરાવી. એ અવસરે મુનિ ક રસાગરજી વિગેરે અનેક મુનિઓ તથા ૧ નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈ રે શા. ઉમાભાઈ હઠીસીંગ કેસરીસીંહ ૩ શા. ભગુભાઈ પ્રેમચંદ [ મનસુખભાઈ શેઠના પિતાશ્રી ] ૪ શા. ડાહ્યાભાઈ અનુપચંદ ૫ મંછાભાઈ 'ગોકળભાઈ ૬ કાઉશાહ ૭ ત્રિકમદાસ નથુભાઈ ૮ વાડીલાલ પાનાચંદ ૯ વકીલ માણેકચંદ મે તીચંદ ૧૦ વિમળના ઉપાશ્રયવાળા જોઈને તારામ મોદી ૧૧ વિદ્યાશાળાવાળા રવચંદ જેચંદ સુબાઇ ૧૨ શા. ગીરધરદ્યાલ હીરાભાઈ ન્યાયાધીશ ૧૩ શા. મગનલાલ વખતચંદ વિગેરે મહાન શ્રાવક સમુદાય એકઠો મળ્યો હતો. પુસ્તકાલપની સ્થાપના જેવા એક ધર્મ કાર્યમાં પણ ભાગ લેનારા શ્રાવક વર્ગનાં જે નામો જોવામાં આવે છે તે ઉપરથી તે અવસરે શ્રીમાન વર્ગનો પણ ધર્મ કાર્યોમાં ભાગ લેવામાં કે સારો રંગ હતો તે જણાઈ આવે છે. પ્રથમ નામ નગરશેઠનું જોવામાં આવે છે ત્યારે બીજું પણ અમદાવાદ શહેર બહાર વાડીમાં દહેરાસર બંધાવી લાખો દ્રવ્યનો વ્યય કરનાર શેઠ હઠીસિંગ કેસરીસીંગના સુપુત્ર ઉમાભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. ત્રીજું પણ આણંદજી કલ્યાણજીની પેઢીમાં તન મન ને ધનથી તનતોડ મહેનત કરનાર, ઉદાર અને બાહોશ શેઠ મનસુખભાઇના પીતાશ્રી ભગુભાઈ શેઠનું નામ જોવામાં આવે છે. તે સિવાયના બીજા પણ તે અવસરના પ્રખ્યાત નેતાઓ છે. એ ખરુજ છે જે –અગ્રેશ્વરીઓ જે ધર્મ કાર્યોમાં ભાગ લે છે તેમાં બીજાઓ પણ હોંશથી જોડાય છે. મંદિર, ઉપાશ્રયો, પુસ્તકાલય, ધર્મશાળાઓ, દાનશાળાઓ, વિગેરે સાધનો કરી કરાવી જ્ઞાન, દર્શન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com