SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩૧ wwwmmmmmmwwwwwwwwww બીજો ઉલ્લેખ – સિભાગ્યવિમળજી વિરચિત પ. દયાવિમળ ગણિ ચરિત્ર રચના ગર્ભિત–ફાટી ઢાળ ૫ મી. આવ્યા સિદ્ધગીરીનીમાંહ, સોલની સાલેરે, ત્યાં મણિવિજય મહારાજ, સાધુમાં માલેરે; વહ્યા ભગવતીના જોગ તેમની પાસે રે, આવ્યા ભાવનગરની માંહ, પછી ઉલ્લાસરે ૩ ત્યાં જેવું ઉપધાનનું કામ, સંઘનું દુઃખ કાપ્યું રે, જોગ્ય જાણી દાદાએ તામ ગણી પદ આપ્યું રે; વૈશાખ વદિ પંચમી દીન વીસની સાલે રે, ગુરૂ દાનવિમલ મહારાજ, સ્વર્ગ સધાવે રે સાજા આ ઉલ્લેખ ઉપરથી જણાય છે જે સં. ૧૯૧૬ પહેલાં ગણિ પદ થયું છે વળી પં. દયવિમળને પાલીતાણામાં યોગ વહેવરાવી ભાવનગરમાં ગણિપદ આપ્યું એ સંભવિત પણ લાગે છે કેમ કે મહારાજશ્રીનાં ચોમાસાઓમાં સં. ૧૯૧૬ નું ચોમાસુ ભાવનગરમાં થયું છે. માટે ભગવતિસૂત્રના યોગદ્વહન અને ગણિપદ તો સં.૧૯૧૬ પહેલાના ગણી શકાય. અને પંન્યાસ પદ મહારાજશ્રીનું સં. ૧૯૨૨ માં પંન્યાસ સિભાગ્યવિજયજીના હાથે થયું હોય, એમ કલ્પના કરી શકાય. શ્રીમદને બેધ. મહારાજશ્રીનો અભ્યાસ પ્રકરણમાં જીવવિચાર, નવતત્ત્વ દંડક, સંગ્રહણી, ભાષ્ય છત્રિસી વિગેરે છ કર્મ ગ્રંથ પર્વતનો હતો તેમજ સિદ્ધાંતનું પણ તેમને સારું જ્ઞાન હતું. તેમનું વ્યાખ્યાન શાંતિજનક હતું તેમની શાંતિ અને કપ્રિયતાદિ ગુણોથી ઉપદેશની અસર બહુ સારી થતી જેથી મહારાજશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં લોકોને જ્ઞાન, દર્શન, વ્રત, જપ, તપ નિયમાદિ સંબંધી બહુ પ્રકારે ઉપકાર કર્યો છે. તારોપણાદિ. - શ્રીરત્નવિજયજી, અને ઉમેદવિજયજી એ બે ડહેલાના ઉપાશ્રયના સમુદાયના તથા હર્ષવિજયજી વીરના ઉપાશ્રયના સમુદાયના તથા દયાવિમળજી એ ચાર મુનિઓને ભગવતિસૂત્રના ચોગઠહન કરાવ્યા. શ્રી રત્નવિજયજી, ઉમેદવિજયજી તથા હર્ષવિજ્યજીને ગણી પદ તથા પંન્યાસપદ આપ્યાં. અને દયાવિમળજી તથા મૂળચંદજીને ગણું પદ આપ્યાં. એ શિવાય એ પરમ પુનિત મહાત્માએ અનેક ભવ્યાત્માઓને દીક્ષા તથા તારોપણ વિગેરે ધર્મ ઉપકાર કર્યા છે. એમના ઉપદેશથી નવીન મંદિરની પ્રતિકાઓ તથા જીર્ણોદ્ધારાદિ કાર્યો થયાં છે. એકવાર લુહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy