SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૨૫ મુહપતિ તેડી અને વિહાર કરતા બીજા પંદર સાધુ સહિત અમદાવાદ આવ્યા, ત્યાં બુટરાવજી મહારાજ પાસે સં. ૧૯૩૧ માં સંવેગી તપાગચ્છની દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી આનંદવિજયજી નામે તેમના શિષ્ય થયા. અન્ય પંદર મુનિઓ મુનિવર્યશ્રી આનંદવિજયજીના શિષ્યો થયા. * સંવત. ૧૯૪૩ ના કારતક વદિ પંચમીને દિવસે આનંદવિજયજીને પાલીતાણુમાં સૂરિપદ મલ્યું. ત્યારપછી તેઓશ્રી વિજયાનંદસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા છે કે ખરી પ્રસિદ્ધિમાં તે આત્મારામજી નામજ રહ્યું. અત્યારે પણ તેઓશ્રી આત્મારામજી નામથી જ ઓળખાય છે. આ મહાત્માનું જ્ઞાન અતિ વિશાળ હતું. ઉપદેશ શક્તિમાં તે કઈ એવું પ્રભાવ૫ણું હતું કે જેથી સ્વ૫ર દર્શનોના શ્રોતાઓ ઉપદેશે સાંભળી આશ્ચર્યચકિત થતા. અખલિત ગંભીર વાગધારા, વચન માધુર્ય, પદાર્થને કુટ દર્શાવવાની કળા અને સમયસૂચકતા વિગેરે એટલાં બધાં કાપ્રય થઈ પડયાં હતાં કે જેથી તેમનો ઉપદેશ સાંભળવા લેવા તલસી રહેતાં હતાં. અન્ય દર્શનીયોનાં શંકાના સમાધાને પણ એવી શાંતિપૂર્વક અને યુકિતપૂર્વક કરવામાં આવતાં કે જેથી તે સાંભળનાર વારંવાર આવવાની ઈચ્છા ધરાવતા હતા. પોતાના સાચા પાંડિત્યથી તેઓ દેશ પરદેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા, નહિ કે આડંબર અને કેલાહલથી. મુનિવર્ગને પણ વાચના આપવામાં ઉત્સાહી હતા અને તે પણ એવી શાંતિપૂર્વક આપતા કે જેથી હમેશા તેમની પાસે મોટો મનિ સમુદાય કાયમ રહે. ભવ્ય આકૃતિ અને ગાંભીર્યાદિ ગુણોથી મુનિ સમુદાયમાં તેમનો કાબુ પણ પ્રશંસનીય હતે. એટલા બધા લોકપ્રિય હતા કે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આજુબાજુના ગામોમાંથી પણ મહાન લેક સમુદાય ભેળે થતે. જોકે તેમને સામૈયા વિગેરેથી મહાન સત્કાર કરતા. અદ્યાપિ સુરત વિગેરેમાં તેમનું સામૈયું લેકે સંભારે છે. ચિકાગ (અમેરિકા)માં ધર્મ પરિષદ મળી હતી. તેમાં મહારાજશ્રીને આમંત્રણ કરવામાં આવ્યું હતું પરંતુ વાહનમાં મુસાફરી કરવાથી મુનિ આચારમાં ખલના થાય માટે તેઓશ્રી ત્યાં ગયા નહીં પરંતુ તેમણે જેનધર્મ સંબંધી એક મોટો નિબંધ લખે, તે લઈને ગાંધી વીરચંદ રાઘવજી ચિકાગો ગયા અને પરિષદમાં વ્યાખ્યાન દીધું. ડૉક્ટર એડેલ્ફ હેર્નલને પણ એમના તરફ બહુ માન હતું. તેઓશ્રી વ્યાખ્યાન દેવું, વાચના આપવી, અન્યની સંકામાં સમાધાન કરવા છતાં પિતાના નિયમિત સ્વાધ્યાયમાં સ્મલના થવા દેતા નહીં. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથો પણ લખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy