SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રવિયોગ, ગ્રીથી પુત્રોનું પિષણ કરતો, અનિશ્ચિત માર્ગે અસ્વસ્થ રીતે આમ તેમ પરિભ્રમણ કરતે, માર્ગમાં આવતા દેવકુલ આદિ સ્થાનમાં રાત્રિએ બાળકોના રક્ષણની ચિંતાથી અર્ધજાગૃત દશાનો અનુભવ કરતે, રાજા મડાણપૂર્વક ઘ ણ ભૂમિનું ઉલ્લંઘન કરી સર્વ કઈ પ્રાણિઓને લેભ પમાડનાર યમને પણ ભત્પાદક અર્થાત્ મહાભયંકર અટવીમાં આવી પહએ. આટલી મુસાફરીમાં રાજાને કોઈ જગ્યાએ શાંતિ મળી નહિ અને હજુ પણ સુખશાંતિના દિવસે રાજાના ભાગ્યમાં નિર્માણ થયા ન હતા. અરવી જેઈને રાજાની શાંતિ સેંકડો ગાઉ દૂર નાશી ગઈ અને અશાંતિના ચકમાં રાજા ચકચુર . અરે ! આ અટવીનું ઉદ્ઘઘન શી રીતે કરવું. માર્ગમાં કઈ વટેમાર્ગ સહાયક પણ ન મળે. કોઈ ગામ પણ આવે એવું જણાતું નથી કે ત્યાં માગનો શ્રમ ઉતારી સ્વસ્થ થઈ આગળ પ્રયાણ કરીએ. આ પ્રમાણે અહિયાં પણ રાજા વિચારમાં પડી ગયો. વાંચક મહાશ ! સુંદર રાજાની આવી અધમ સ્થીતિ નિહાળતાં આપણું હૃદય કંપે છે. અરે ! આવા નીતિનિપુણ સાત્વિકશિરોમણિ ગુણઅલ રાજાની પણ આ દશા ! ભુલવું જોઈતું નથી કે જ્ઞાતપણે કે અજ્ઞાનદશામાં, એકાન્તમાં કે જનસમૂહમાં, દિવસ કે રાત્રિએ, કોઈ પણ અવસરે દુષ્ટ અધ્યવસાયપૂર્વક કરેલાં કર્મ ઉદયમાં આવે છે, ત્યારે તે પિતાનું ફળ દર્શાવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રના પાલનમાં પ્રવર્તમાન થયેલા મુનિ હોય કે શ્રાવકધર્મના પાલક ગૃહસ્થ હોય, ભલે ચકવતી હોય કે તીર્થકર હોય, કોઈને પણ છોડતાં નથી. રાજાના ચોકીદારોની પ્રમાદ દશાથી અગર પિતાની કળા કૌશલ્યતાથી યા કપટથી ગુન્હેગાર પોતાના ગુન્હાની શિક્ષા મેળવ્યા વિના કેઈ વખતે છૂટી શકે છે, પરંતુ સતત અપ્રમાદિ કર્મસુભટના પંજામાંથી કોઈ પણ અવસરે છૂટી શકતું નથી, તેની આગળ કોઈની પણ કળા કૌશલ્યતા, ષટ યા સફારસ ચાલી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy