SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) મહાવીર અને શ્રેણિક અમે તે રીતે અગ્નિ પ્રગટ કરી એ વસ્ત્ર એણે ફેંકી દીધાં અને આખે શરીરે એ ભસ્મ ચાળી અબધૂતના સ્વરૂપમાં એ સાધુ ફેરવાઈ ગયે !” એમ કરવાનું કારણ તું શું ક૯પે છે?” “કારણ? મને લાગે છે કે એનું કારણ એના ધર્મની રક્ષા કરવાનું હશે. પ્રાત:કાળે એક જૈન સાધુ સાથે સુંદરીની આખી રાત્રિ એકાંતમાં ગઈ એમ લોકો જાણે તે એના ધર્મની નિંદા થાય. આ તો આપે જોયુંને ? લોકોએ મને ને એ અબધૂતને મંદિરમાંથી જેયાં.” * “તારું અનુમાન સત્ય છે. અબધૂત થવાનું એનું ૨હસ્ય એ જ હેવું જોઈએ, અવશ્ય એના ધર્મની પ્રભાતમાં સર્વ લોક સમક્ષ હાંસી થાત. એમ કરાવવાની મારી ઈચ્છા અત્યારે તો નિષ્ફળ થઈ મનની મનમાં જ રહી ગઈ.” પ્ર! એ જૈન સાધુઓનો કેડો લે આપ રહેવાદ્યો? બીજા સાધુ સંન્યાસી જેવા નથી હોતા, એ સાધુઓ તે પિતાના વ્રત-નિયમમાં ઘણા જ ચુસ્ત અને મક્કમ હોય છે.” શું તું એ પણ ધર્મની–એના સાધુઓની પ્રશંસા કરી રહી છે ? ત્યારે તું એ ધર્મ કેમ પાલતી નથી ?” એ વ્રત-નિયમ દઢ પાલન કરવાની મારી શક્તિ નથી. મારું એવું મને બળ નથી. મનને એમની માફક હું કાબુમાં રાખી શકું તેમ નથી. એ ઘણી ઉચ્ચ વસ્તુઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy