SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં નવયુગ સાગરમાં તણાતે જતા હતા. સમ્રાટ અકબર ભારતની અધોગતિ અટકાવવા છાતી ઠેકીને તેમજ ઉભય બાહુ પ્રસારીને ઉત્સાહપૂર્વક ભારતવર્ષની સન્મુખ ઉભો રહ્યો. અકબરના સામર્થ્યપ્રતાપે ભારતની અધોગતિનું નિવારણ થયું. પઠાણોએ પ્રવર્તાવેલા યથેચ્છાચારરૂપી અંધકારમાંથી પ્રજાનો ઉદ્ધાર થયો. ભારતવર્ષે પુનઃ ઉન્નતિના શિખરે પહોંચવા ગતિ કરવા માંડી. અકબરે હિંદુ અને મુસલમાન ઉભયને સ્વદેશહિતના પવિત્ર કાર્યમાં સહાયતા આપવાનું નિમંત્રણ કર્યું. અકબરના નિમંત્રણને માન આપી અનેક ભારતસંતાને બહાર આવ્યા. જે હિંદુઓ અત્યારે પૂર્વે છિન્નભિન્ન થઈ જઇને ઉન્નતિની આશા અને શ્રદ્ધા ત્યજી દઈ દૂર અંધકારમાં જડવત બેસી રહ્યા હતા, જે હિંદુઓ કંગાળભાવે બેસી રહી મુલમાન પ્રજાની ચડતી જોઈ ઈર્ષાને લીધે હૃદયમાં બળી મરતા હતા અને જેઓ પિતાના સ્વદેશમાંજ વિદેશીઓની સત્તાતળે ભિક્ષુક જેવા બની બેઠા હતા, તેજ હિંદુઓ અંધકારમયી રજની વીતી ગયેલી જોઇને મુસલમાનોનું નેતૃત્વ સ્વીકારી, હિંદુકુશ પર્વતથી લઇને બ્રહ્મપુત્રાપર્યત પિતાના ગૌરવને પુનઃ વિસ્તાર કરવા લાગ્યા. હવે હિંદુઓ અને મુસલમાન સમ્રાટ અકબરે દર્શાવેલા માર્ગે મૈત્રી, સહૃદયતા અને પ્રેમપૂર્વક ચાલવા લાગ્યા. એટલું જ નહિ પણ બંને પ્રજાઓ સાથે મળીને ભારતના અતીત ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા અંતઃકરણપૂર્વક પ્રયત્ન કરવા લાગી. અકબરે પ્રથમથીજ બહુ સારી રીતે જાણી લીધું હતું કે આ ભારતવર્ષરૂપી સરોવર ઉપર હિંદુ અને મુસલમાને માત્ર સેવાળની માફક ઉપલા ભાગમાં જ કીડા કરી રહ્યા છે. જે. કે આથી સરોવર કિંચિત સુંદર જણાય છે, પણ તેથી ભારતવર્ષરૂપી સરોવરની કેટલી પાયમાલી થાય છે, તે તે સમજી શકતા નથી. સેવાળ જેવી રીતે પવનને સહેજમાત્ર ઝપાટો લાગવાથી વિખરાઈ જાય છે, અને સરોવરમાં આડીઅવળી ફેલાઈ જાય છે, તેવી રીતે આ હિંદુ-મુસલમાને પણ પરદેશી રાજાને એકમાત્ર ફટકે લાગતાંજ નષ્ટ થયા વિના રહેશે નહિ. હવે જ્યારે ભારતવર્ષ હિંદુઓ અને મુસલમાનનું ઉભયનું આવાસસ્થળ બની ગયું છે, તે પછી એક અન્ય જતિને નષ્ટ કરી શકે, કિંવા એક જાતિ અપર જાતિને દેશસીમાની બહાર કરી શકે, એવી આશા રાખવી નિષ્ફળ છે; છતાં જે બંને જાતિઓ નિરંતર વિવાદ અને કલેશ કર્યા જ કરશે તે ઉભયનું શૌર્ય અને વીર્ય નાશ પામ્યા વિના રહેશે નહિ.આત્મદ્રહથી ભારતવર્ષની સમસ્ત શક્તિ ભસ્મીભૂત બની જશે અને ભવિષ્યમાં તે ગમે તેવાના ચરણમાં મસ્તક નમાવી દીનવત ઉભું રહેશે. ઓગણીસમા સૈકાના ચૂરેપીય મુખ્ય રાજનૈતિકાએ કહ્યું છે કે “જે દેશમાં ભિન્ન ભિન્ન રાજાએ, ભિન્ન ભિન્ન જાતિઓ,ભિન્નભિન્નધર્મો અને ભિન્ન ભિન્ન ભાષાઓ હોય તે દેશ કદિ પણ એકત્ર થઈ શકે નહિ; કોઈ પણ રીતે તે દેશ એકતાના સૂત્રથી બંધાય નહિ.” સોળમી શતાબ્દીના મધ્યભાગમાં-ઘોર અંધકારમય ભારતીય યુગમાં, જે એક અન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy