SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર સમ્રાટ અકબર તે ઘણીવાર દર્શાવી આપતા. મોગલ સામ્રાજ્યને અક્બરે હિંદુ-મુસલમાનના સમિલિત સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું હતું. રાજકાર્યંતી પૂર્ણાહુતિ થા પછી સમ્રાટે, પેાતાના બન્ધુઓની સાથે હાસ્ય-વિનાદની કથા કરવા માંડી, તે જેવા ઉઘોગી હતા તેવાજ આનંદી પણ હતા. કવિચત્ કચિત્ રાજકાય'ની સમાપ્તિ થયા ખાદ તે અનેક પ્રકારની રમત-ગમતમાં પણ પ્રવ્રુત્ત ચો. સંધ્યાકાળે સમ્રાટ પાતે ઇશ્વરાપાસના તથા પ્રદીપપ્રજા માટે પોતાના આવાસમાં પધાર્યા. ઇશ્વરની ઉપાસના તથા પ્રદીપની પૂજા એ અકબરનું નિત્યકર્મ હતું, એ વાત અમે આગળ જણાવી ગયા છીએ. નિત્યકર્મ સંપૂર્ણ કર્યાં પછી સમ્રાટ ધ ચર્ચા માટે એખાદતખાનામાં પધાર્યાં. આ ઐતિહાસિક ગૃહ કેવળ ધર્માલાચના માટેજ તૈયાર કરાવવામાં આવ્યું હતું. ત્યાં માયકાળે અનેક બ્રાહ્મણ પડિતા, ખાદ્ધ વિદ્વાના, પાદરીઓ, મુસલમાન વગેરે આવતા અને ધર્માંસંબંધી ચર્ચાઓ થતી, સમ્રાટ અકબર એ ધર્મચર્ચા બહુજ શાંત અને ગંભીરભાવે શ્રત્રણ કરતા. કાઇ કાઇ વાર આ ગૃડમાં વેદ, મહાભારત તથા રામાયણ આદિ વિવિધ પવિત્ર ગ્રંથાતી વ્યાખ્યા તથા આલેાચના પણ થતી. ત્યાર બાદ ગભીર રાત્રિ વેળાએ તાનસેન વગેરે સુપ્રસિદ્ધ સંગીતશાસ્ત્રીએ સગીતાલાપ શરૂ કરતા. સમ્રાટ અમ્મર હિંદુ કિવા મુસલમાન મિત્રાની સાથે એક રથાને બેસી એકજ પાત્રમાંથી સંગીતરૂપી અમૃતનું પાન કરતા. રજનીના છેલ્લા પ્રહરે પુન: નેાખતા વાગવા માંડતો, છેવટે રજતીના પ્રાયઃ અવસાનકાળે સમ્રાટે અંતઃપુરમાં ગમન કર્યું. સમ્રાટ અંતઃપુરમાં બહુજ અપ કાળ રહેતા હતા—સ્ત્રી સહવાસ નહિવત્ રાખતા હતા, એમ કહીએ તાપણુ ચાલે. ભારતભૂમિ અક્ષર જેવા સુપુત્રને ખેાળામાં લઇ સુખ-શાં તિથી નિદ્રાધીન થઈ. '' રાજ્યની ભગમ પેતાના હાથમાં લીધા પછી ભારતના કલ્યાણાર્થે સમ્રાટ અકબર ભગીરથ પ્રયત્ન કરતા હતા. દિવસ અનેરાત સ્વદેશની ઉન્નતિ સિવાય ખીજો વિચાર તેના મગજમાં પ્રવેશી શકતા નહિ. આમેદ-વિનેાદ માટે મુકરર કરેલા સમય કરતાં લેશ પણ વિશેષ સમય તે જવા દેતા નહિ. યૂરોપના પ્રવાસીએ ભારતવર્ષમાં આવ્યા પછી અકબરની રાજનીતિનું પ્રત્યક્ષ દર્શીન કરીને લખ્યું છે કેઃ— અકમર માત્ર ત્રણ કલાકથી વધારે નિદ્રા લેતા નહિ. ” તેના પ્રધાન અમાત્ય અમુલઝલ લખે છે કે:–“ સમ્રાટ, ટાઢ કે તડકા પ્રતિ દૃષ્ટિ નહિ કરતાં, જે સમયે સાધારણુ જનસમાજ નિદ્રાધીન રહેતા તે સમયે પાતે જાગૃત થતા, અને રાજયના કલ્યાણુસંબધી વિયારા તથા પ્રયત્ન કરો.” અક્બરને આરામ કરતાં પરિશ્રમ બહુ પ્રિય હતા. સમ્રાટનાં કાર્યાં પણ આ વાતનું પ્રમાણુ આપી રહ્યા છે. તે સમયે અસંખ્ય રાજા–રજવાડાં, અસ ંખ્ય જાતિ અને ધર્મો તથા વિભિન્ન ભાષાઓ અને સ્વાર્થાના મહા સŚદ્વારા ભારતવષ અવનતિના ઊંડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy