SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ आ पुस्तकविषे थोडाक अभिप्राय કેળવણી– જુન ૧૯૧૬) “શહેનશાહ અકબરના સંબંધમાં કેટલાંક પુસ્તકે પ્રકટ થયેલાં હોવા છતાં શ્રી બંકિમચંદ્ર લાહિડી બી. એ. એલ. એમ. બી. એમના મૂળ પુસ્તકમાં વિશેષતા જોવામાં આવ્યાથી તેને આ ગુર્જર અનુવાદ પ્રકટ કરવામાં આવ્યા છે, તે પુસ્તક વાંચ્યા પછી યથાર્થ જ લાગે છે. * * * “અકબર'ના સંબંધી બીજા ઘણાં પુસ્તક વાંચ્યાં હોય તેમને પણ આ સમ્રાટ અકબર”નું એકવાર અવેલેકન કરવા અમારી ભલામણ છે.” સરસ્વતી– જુન ૧૯૧૬) “ઇસકા પ્રધાન વિષય અકબરકા જીવનચરિત હૈ. પર ઇસમેં ઔર ભી અનેક ઐતિહાસિક બાતેક બિચાર કિયા ગયા હૈ. ભારતને પ્રાચીન ગરવકા વર્ણન કરકે યહ દિખાયા ગયા હૈ કિ સ્વાર્થધતા ઔર આત્મદ્રોહ કે કારણ હી હિંદુઓકા અધપતન હુઆ. x x x x x પુસ્તકકી રચનશૈલી બહુત અચ્છી હૈ. યહ જીવનચરિત હેકર ભી ઈતિહાસ હૈ. ઔર ઈતિહાસ હોકરભી ઉપન્યાસવત મનોરંજક હૈ.” પટેલબંધુ–“ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી” તરફથી અત્યાર પહેલાં અકબરનાં બે ચરિત્ર પ્રકટ થઈ ચૂકયાં છે અને આ ગ્રંથ ત્રીજે છે. મહાન પુરુષોનાં જુદા જુદા લેખકોના હાથે લખાયેલાં અનેક ચરિત્રે પ્રકટ થાય છે તે દરેકમાંથી કંઈ નહિ ને કંઈક નવું જાણવાનું મળી આવે. વળી દરેક લેખકના આદર્શ ભિન્ન ભિન્ન હોય છે એટલે જેમ શોધક બુદ્ધિથી સંસ્કારી લેખકોને હાથે વધારે ચરિત્ર લખાય તેમ ચરિત્રનાયકના જીવનનું અન્વેષણ સારી પેઠે થાય, અને સમાજને ઘણું જાણવાનું મળી શકે. આ હેતુથી તથા આ ગ્રંથને આદર્શ હિંદીઓમાં રાષ્ટ્રીયતા જગાડવાને હોવાથી અમે એને સહર્ષ આવકાર આપીએ છીએ, અને આ ચરિત્ર ત્રીજું છતાંયે તે વધારી પડતું નથી એમ અમને લાગે છે.” અકબર જેવા રાજનીતિનિપુણ, પ્રજાહિતૈષી અને ઉદાર સમ્રાટને આ ગ્રંથના કર્તા બાબુ બંકિમચંદ્ર લાહિડી બી.એ. એલ. એમ. બી. એટલે ન્યાય આપે છે, તેટલે અત્યાર સુધીના કેઈ પણ ભાષામાં પ્રકટ થયેલા તેના ચરિત્ર લખનારે નહિ આપે હોય. ” અમને આ પુસ્તક વિશેષ મોહક તે એટલા માટે લાગે છે કે, લેખક અકબરના સમયના હિંદુસ્તાનનું ભવ્ય ચિત્ર આપણી સંમુખ ખડું કરે છે, અને તેની સાથે આપણી હાલની સ્થિતિની તુલના કરીને દેશોદ્ધાર માટે સ્થળે સ્થળે બોધ કરતે રહે છે. વાયમાં દેશાભિમાન અને રાષ્ટ્રીયતા ઉત્પન્ન કરવાને એક પણ પ્રસંગ લેખકે ભાગ્યેજ જવા દીધું છે. www.umaragyanbhandar.com Shree sudharniaswali Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy