SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સમ્રાટ અકબર વધારે ભારતવાસીઓને કેદ કર્યા હતા તથા જેમની ઉંમર ૧૫ વર્ષથી અધિક હેય તેમને અતિ નિખુરભાવે મારી નાખ્યા હતા. પઠાણ રાજાની સંપ વગરની, નેતા વગરની તથા બીકણ અને બાયલા પુરુષની એક નાની જેવી સેના તૈમુરની સામે થઈ; પણ તે અનાયાસે પરાજિત થઈ નાસી ગઈ અને તૈમુર દીલ્હીના દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. દીકહીશ્વર જીવ લઈને ગુજરાતમાં ભાગી ગયો. તૈમુરે પ્રતિજ્ઞા કરી કે “ હું દિલ્હીના રહેવાસીઓને કોઈ પણ રીતે રંજાડીશ નહિ. ” આથી દીલ્હીના મુખ રહેવાસીઓએ દરવાજાની બારણું તૈમુરને માટે ખુલ્લી મૂકી દઈ વિનાવિવાદે પિતાની જન્મભૂમિ શત્રુના ચરણમાં સમપી દીધી. ( ઈ. સ. ૧૩૯૮ ) તે સમયે દીલ્હી એ કઈ સામાન્ય નગરી નહતી, તેમજ દિલ્હીના રહેવાસીઓ પાસે આત્મરક્ષા કરવાનાં પૂરતાં સાધને નહેતાં, એમ પણ નહોતું. અમે જે વખતની આ વાત લખીએ છીએ તે પહેલાં પ્રાયઃ ૫૦ વર્ષે આફ્રિકાને સુપ્રસિદ્ધ મુસાફર ઇબેન ભારતવર્ષમાં આવ્યો હતો. તે લખે છે કે“દીલ્હી એક મહા સમૃદ્ધિશાળી નગરી છે. જગતમાં અહીંના જેવાં દેવમંદિરો તથા મહેલાતો અન્ય કયાંય પણ હોય એમ મને લાગતું નથી. આ મહાનગરીની આસપાસ એક મેટ કીલે આવી રહેલ છે. તે કીલે ૧૧ હાથ જેટલો જાડો તથા તેને નીચેનો ભાગ પથ્થરવતી અને ઉપરને ભાગ ઈટાવતી બાંધેલો છે. આ કિલ્લાની અંદર અનેક ઓરડાઓ તથા ભંડાર છે. તેમાં પહેરેગીરે રહે છે, એટલું જ નહિ પણ યુદ્ધમાં ઉપયોગી થાય એવાં અનેક શસ્ત્રો તથા ખાવાનાં પુષ્કળ દ્રવ્યો પણ તેમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ કીલ્લાની મધ્યમાં થઈને ઘોડેસ્વાર પાયદળ ખુશીથી એક છેડેથી બીજે છેડે જઈ શકે છે. ” તૈમુર આનંદપૂર્વક પિતાના સૈન્યની સાથે દિલ્હીમાં દાખલ થયા, અને તેણે જ્યના ઉલ્લાસથી મદોન્મત્ત બની મહત્સવ ઉજવવાનું શરૂ કર્યો ! દારૂ અને સુંદરીઓની મધ્યમાં નાચ-ગાન તથા આમેદ-પ્રમોદ ચાલવા લાગ્યો ! બરાબર પાંચ દિવસ સુધી તૈમુરે અને તેના સૈન્ય મહાનગરી દીલ્હીમાં લૂંટફાટ, અગ્નિદાહ, સતીત્વનાશ તથા નરહત્યાદિ પૈશાચિક દેખાવે ભજવી બતાવ્યા ! સેંકડો બકરાંએના ટોળાને જેમ એક ગોવાળ દેરી જાય તેવી રીતે એક એક મેગલ સૈનિક સેંકડો રહેવાસીઓને કેદ કરી યથેચ્છ દુષ્ટતા દર્શાવવા લાગ્યો. એકમાત્ર દિલ્હી નગરીમાં જ શત્રુઓની સેવા કરતાં દશગણું વધારે રહેવાસીઓ નગરીના ભિન્ન ભિન્ન ભાગમાં વસતા હતા. ફીરીસ્તા લખે છે કે - “લૂંટની લાલચથી માનવ સેના આ મહાનગરીમાં આમતેમ છૂટી-છવાઈ થઈ ગઈ. દીલ્હીના વિવિધ લતાઓ તથા વિવિધ રાજમાર્ગોમાં મગલે વહેંચાઈ જઈને મોજ માણવા લાગ્યા લૂંટમાં મળી આવેલાં કાવડે તેઓ દબાઈ જવા લાગ્યા. દીલ્હીના શહેરીઓએ Shrણને આ લાગ સાધી તેમને મારી પાછા હઠાવવાનો પ્રયત્ન કર્યો હેત તે તેઓ www.umarayyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy