SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ:પતન ૫ હિંદુરાજાની જીવતાં ચામડી ઉતરાવી હતી. અન્ય એક પઠાણ રાજાએ દીલ્હીથી રાજધાની ફેરવી દેવિગિર નગરમાં ગાદી સ્થાપવાના વિચારથી દીલ્હીના સમસ્ત રહેવાસીઓને દેવગિરિમાં જઈને વસવાના હુકમ ફરમાવ્યો હતા અને એથી કરીને અસંખ્ય મનુષ્યાને અકાળે મરણને શરણ થવું પડયું હતું. અન્ય એક પઠાણુ સમ્રાટે કાન્યકુબ્જ જેવા મોટા અને સમૃદ્ધિશાળી સ્થળના નિવાસીઓની ઉંમરના પણ વિચાર કર્યા વિના કતલ કરી હતી. તેને જ્યારે મૃગયા રમવાની ખ઼ચ્છા થતી ત્યારે તે પોતાના સૈન્યદ્રારા અનેક મનુષ્યાને ઘેરી લેતા અને પછી તેમના ઉપર સ્વેચ્છાપૂર્વક તૂટી પડતા ! એ ધેરાવામાં ગમે તે પુરુષ, ગમે તેા સ્ત્રી કે બાળક હાથ આવે તેા તેમને વિવિધ પ્રકારે રીબાવીને મારી નાખતા અને એ પ્રમાણે પોતાના પૈશાયિક શાખ પૂરા કરતા. આવી ક્રૂર રીતે તે માત્ર એક કે એવારજ નહિ, પણ વારંવાર મૃગયા રમતા. લોહીથી ટપકતાં, દેખવામાં પણુ ભયંકર લાગે એવાં, હજારા અને લાખા નરમુંડાદ્રારા તે પોતાની રાજધાનીના જીલ્લાને શણુગારતા ! વળી ખીજા એક સમ્રાટે તે નગરકેાટની સમસ્ત દેવમૂર્ત્તિ આ તાડી, કટકા કરીને, તે પ્રત્યેક કટકાને ગામાંસ લગાડી બ્રાહ્મણાને ગળે લટકાવી દીધા હતા. તે વખતના એક મુસલમાન રાજા જે કાષ્ઠ જાન જતી જોતા તે તે જાનની કન્યાને વાહનમાંથી એકદમ ઉપાડી પેાતાના મહેલમાં લઇ જતા, અને તેણીનુ સતીત્વ નષ્ટ કરીને પાછી રવાના કરી દેતા. દક્ષિણના એક મુસલમાન નરપતિએ સત્તર વર્ષની અંદર, પાંચ લાખ હંદુઓને મારી નાંખ્યા હતા. આ પ્રમાણે પઠાણાના ત્રાસને લીધે ભારતવષ સ્મશાનાવસ્થાને પ્રાપ્ત થયું હતુ, જે સાહિત્યરૂપી બગીચા નિત્ય નવા નવા કુસુમેાના સૈય` અને સુગધવડે પ્રશુલ રહેતા તે આ પ્રમાણે સુકાઇને કરમાઈ ગયા; અને સ્વદેશહિતૅષિતા, નિઃસ્વાર્થતા, જ્ઞાન અને ધર્મ, એ સર્વ વસ્તુ ભારતમાંથી અદૃશ્ય થઈ ગયાં! સમગ્ર દેશ વિષાદ અને નિરાશાના ધાર અંધકારમાં ડૂબી ગયા ! આવી રીતે દુઃખ અને દુર્ભાગ્યને સહન કરતાં કરતાં, શ્વ॰ સ૦ ચોદતા સૈકા પ્રાયઃ પૂરા થવા આવ્યેા, એટલામાં વળી ખીજીજ તરાથી દુર્દશાનું વાદળ અકસ્માત ચડી આવ્યું ! મધ્ય એશિયામાંથી, પ્રસિદ્ધ તૈમુરલંગ, ભારતના પાણ રાજાઓમાં આત્મકલેશ સળગ્યા છે, એવા સમાચાર સાંભળતાંની સાથેજ પુષ્કળ સેનાને પેાતાની સાથે લઈ ભારતવર્ષ ઉપર ચડી આવ્યા. તે સમયે દીલ્હીની ગાદીએે મહમદ તઘલખ રાજ્ય કરતા હતા. તૈમુરે નિર્વિઘ્નપણે અનાયાસે સિધ્ નદી પાર કરી અને પેાતાના સૈન્ય સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં જે કાઇ નગરી કે પ્રદેશ આવતા તે લૂંટતા, સળગાવતા અને નિરપરાધી નિવાસીએને કેદ કરી વિા તલવારદ્વારા કતલ કરતા તે આગળ વધવા લાગ્યા. એમ કહેવાય છે કે તેણે પોતાની મુસાફરી દરમિયાન રસ્તામાંજ એક લાખથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy