SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ રકર સમ્રાટ અકબર રિવાજ આજે દૂર થયો છે. વિદ્વાન વકતાઓ તથા લેખકે માત્ર વાણીવડે તે રિવાજની માત્ર પ્રશંસા કર્યા કરે, એટલું જ હવે તેમના હાથમાં રહ્યું છે. આવા કરતાભર્યા રીત-રિવાજોમાં પણ ભારતવાસીઓ શું મહત્તવ જોઈ શકતા હશે, તે અમારાથી સમજાતું નથી. સમ્રાટ અકબરે અંગ્રેજોની બહુ પહેલાં ઇસ. ૧૫૮૩ માં એક એ કહિતકર તથા સહૃદયતાપૂર્ણ આદેશ બહાર પાડેલ હતું કે –“હવેથી કોઈ પણ મનુષ્ય કઈ પણ વિધવાને જેર-જુલમપૂર્વક મૃત સ્વામીની ચિતામાં બાળી શકશે નહિ.” સમ્રાટ માત્ર વાત કરીનેજ અથવા આજ્ઞા બહાર પાડીને જ બેસી રહ્યો નહે. કોઈ પણ વિધવાને તેનાં સગાં-સંબંધીઓ બળાત્કારપૂર્વક અગ્નિચિતામાં હેમી ન દે એટલા માટે તેણે કેટવાળ વગેરેને સખ્ત હુકમ આપી સાવધ કર્યા હતા. સતીદાહ અટકાવવો એ પણ કોટવાળેનું તે કાળે એક મુખ્ય કર્તવ્ય ગણાતું હતું. અબુલફઝલ લખે છે કે –“સતીદાહ અટકાવવા માટે સમ્રાટે પ્રત્યેક પ્રગણામાં તથા મોટાં મોટાં શહેરોમાં ખાસ નોકરે નિમી દીધા હતા. અંબરરાજ જયમલ મૃત્યુ પામ્યો ત્યારે તેની વિધવા રાણી-જોધપુરરાજબાળા પતિ સાથે બળી મરવાને તૈયાર થઈ નહિ. જયમલને પુત્ર લેકનિંદાને તાબે થઈ પિતાની માતાને બળપૂર્વક અગ્નિની હેળીમાં હેમવાને તૈયાર થયું. સમ્રાટ અકબરને આ સમાચાર મળતાં હૃદયમાં ભારે સંતાપ થશે. બની શકે તેટલી ત્વરાથી એક દૂતને મોકલી જોધપુરની રાજબાળાને બચાવી લેવાને તેણે વિચાર કર્યો, પરંતુ બીજી જ ક્ષણે તે વિચાર બદલાઈ ગયા. ગંભીર વિચાર કરતાં સમ્રાટને જણ્યું કે મારા હુકમની સામે થઈ પરાક્રમી રાજપૂત રાજા જયારે આ દુષ્કાર્ય કરવાને તૈયાર થયા છે તે પ્રસંગે એક સાધારણ દૂતનું કહેણ તેઓ માને અને એક નિરપરાધી અબળાને બળતી બચાવે એ સંભવિત લાગતું નથી, માટે દૂત નહિ મેલતાં હું પોતેજ ત્યાં જઉં તે કાર્યની સિદ્ધિ થાય. તરતજ સમ્રાટે પિતાને અશ્વ તૈયાર કરવાની નેકરને આજ્ઞા કરી અને પિતાની સાથે થોડા-ઘણું અંગરક્ષકાને લઈ વાયુવેગે રાજધાનીમાંથી રવાના થયા. જે સ્થળે પેલી રાજપૂત શાળા સતી થવાની હતી તે સ્થળે સમ્રાટ પહોંચ્યો અને ત્યાંને દેખાવ જોયો કે તરત જ તેનું હૃદય ધ્રુજી ઉઠયું! તેણે જોયું તે ચિતાની આસપાસ સેંકડે બળવાન રાજપૂતે એકત્ર થઈ ગયા છે અને તેમની વચમાં ચિતાનાં લાકડીને એક મોટે ઢગલે પ. છે. ચિતા સળગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સતી થનારી રાજપૂતબાળાને ઉકત ચિતા સાથે સખ્ત બંધવડે બાંધી લેવામાં આવી છે ! આ દશ્ય કયાં સહૃદય મનુષ્યોને રોમાંચિત ન કરે? સમ્રાટ અકબરને અંબર પ્રદેશના રાજપૂત બરાબર ઓળખી શકયા નહિ, તેમજ સમ્રાટ આવી અવસ્થામાં એકાએક આવી , એવી કલ્પના પણ કોઈએ કરી નહતી; તેથી તેઓ અકબરને જોવા નાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy