SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનીતિ ર૯૧ પડે છે અને તેમાં પણ જે કદાચિત સહેજ-સાજ ભૂલ થઈ જાય તે તેણીને શિરે તિરસ્કારની અને ગાળાની કાંઈ અવધિ રહેતી નથી. આ દે છે વિધવાઓ કરતાં સુધરેલા દેશની ગુલામડીઓ પણ વધારે સુખી છે. સુખ અને લાડ કરી એક બાળા જ્યારે દુર્ભાગ્યે વિધવા થાય છે અને પોતાના એક ને કયા પર જ્યારે આશ્રય લે છે, ત્યારે તે બિચારી બહેનને પિતાની ભેજાઈ તરફથી જે અસહ્ય દુઃખ સહન કરવો પડે છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એક વિધવા સ્ત્રીને તેણના દિયર-જેઠ તથા સાસુ–સસરા તરફથી પણ કેવા અગણિત આક્ષેપ સહન કરવા પડે છે, તે તે અનુભવી સિવાય અન્ય કેઈથી સમજી શકાય તેમ નથી. તે સિવાય બળવાન ઇદ્રિના વેગને કાબૂમાં રાખવા એ પણ શું જેવી તેવી વાત છે? આ દેશમાં કેટલી ગર્ભહત્યાઓ થાય છે, તેની તમે કદિ તપાસ કરી છે? અલબત્ત, વિધવા સ્ત્રીઓમાં અનેક સ્ત્રીઓ આદર્શ સતીનારીના તથા આદર્શ બ્રહ્મ ચારિણીના સુંદર સ્થાનને શોભાવે તેવી હોય છે, તેની અમે ના કહેતા નથી, પણ બીજી તરફ પતિત નારીઓની સંખ્યામાં હજારો ગણો વધારો થતો જાય છે, તે તરફ તમે કદાપિ દષ્ટિપાત કર્યો છે ? દેશમાં વેશ્યાઓની કિંવા વ્યભિચારિણી સ્ત્રીઓની સંખ્યા શા માટે વધતી જાય છે, તેને નિર્ણય કર્યો છે? પુનર્લગ્ન કરનારી જ્ઞાતિઓ કરતાં પુનર્લગ્ન નહિ કરનારી જ્ઞાતિઓમાં દુરાચાર વધતું જાય છે, તે અટકાવવા માટે તમે શું કઈ પ્રયત્ન કર્યો છે? અસ્તુ. એક હિંદુવિધવાનાં દુઃખો જેવા અથવા સાંભળવા છતાં આપણું સુશિક્ષિત ગણુતા હિંદુસમાજનાં મનુષ્યોની આંખમાં આજે આંસુનું ટીપું પણ પડતું નથી; પરંતુ આજથી ત્રણ વર્ષ ઉપરને એક નિરક્ષર યવન ભૂપતિ વિધવાઓની આવી શેચનીય સ્થિતિ જોઈ ભારે ખેદ પામ્યો હતો તેનાં હદયનેમાંથી અશ્રુધારા વહી નીકળી હતી ! મહાત્મા અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ ઘણવાર ભારે ખેદ અને સંતાપૂર્વક નીચેના શબ્દો ઉચ્ચાર, કે-“જે સમાજમાં વિધવાવિવાહ પ્રચલિત નથી તે સમાજમાં વિધવાનાં દુઃખને પાર રહેતો નથી.” વીશમા સૈકાને નેત્રહીન–હૃદયહીન શિક્ષિત સમાજ જ્યારે વિધવા-વિવાહની વિરુદ્ધમાં કમર કસીને ઉભા રહેવામાં પિતાની બહાદુરી માને છે, ત્યારે સોળમા સૈકાને અશિક્ષિત અને અનક્ષર સમ્રાટ અકબર, હિંદુસમાજમાં વિધવા-વિવાહને પ્રચાર કરવા, વિધવા-વિવાહની આવશ્યકતા સિદ્ધ કરવા તૈયાર થયા હતા અને એનો કેટલેક અશે તેણે અમલ પણ કરાવ્યો હતે. * આજે કેટલાક કેળવાયેલા મનુષ્યો મેટા માંચડા ઉપર ચઢીને અને હાથ પહોળા કરીને સતી થવાના રિવાજની મુકતકંઠે પ્રશંસા કરે છે. સતી થવાને કમકમાટભરેલ રિવાજ જે આજે ભારતવર્ષમાં પ્રર્વતતે હેત તે એ રિવાજ કેટલે બધે ભયંકર છે, તે અમે પ્રત્યક્ષ બતાવી આપત; પણ સહૃદય અંગ્રેજોના પ્રતાપે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy