SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ધનીતિ રા પુષ્કળ સુવર્ણમુદ્રાઓ અણુ કરતા. તેના અંતઃપુરમાં પણ અનેક પુસ્તકા રાખવામાં આવતાં હતાં. અંતઃપુરમાં જેટલે સમય રહેવાનું થાય તેટલા સમય પણ નરક નહિ ગુમાવતાં વાંચન તથા મનનમાંજ તે પસાર કરતા. ત્યાં તેની ભેગમા ગ્રંથનું વાચન કરતી અને સમ્રાટ સાંભળતા. અકબરને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં બહુજ આનંદ મળતા હતા. તે કહેતા કે: “ દર્શનશાસ્ત્ર મને એટલુ બધુ પ્રિય છે કે મને અન્ય સેકડા કાર્યો ત્યજીને પણ તે સાંભળત્રાનુ મન થાય છે; પણ ખીજા અવશ્ય કરવા ચેાગ્ય કર્માં રહી ન જાય એટલા માટે નિરુપાયે મારે દનશાસ્ત્રનું વાચન અંધ રખાવવું પડે છે. ,, સમ્રાટ જેમ વિવિધ ગ્રંથાનું શ્રવણ કરીને પેાતાના જ્ઞાનમાં ઉમેરા કરતા તેજ પ્રમાણે તે પદ્મિની સાથે વાર્તાલાપ તથા શાસ્ત્રચર્ચા કરીને પણ તેમની પાસેથી આવશ્યક જ્ઞાન પ્રાપ્ત કરતા. ગમે તે ધર્માંના ગમે તે પ ંડિત પુરુષ સમ્રાટ અકબરના દરબારમાં હાજર થઇ શકતા હતા. સમ્રાટ સત્ર વિદ્વાન પુરુષોને યથાચેાગ્ય માન તથા આદર આપતા. અમુક પડિત અમુક ધમ માને છે, એટલાજ માટે તેની ઉપેક્ષા કરવી, એવી રાજનીતિ અકમરે સ્વીકારી નહેાતી, પ્રતિકૂળ યુક્તિ દ્વારા સમ્રાટના વિચારોનું કાઇ ખંડન કરતું, તેા સમ્રાટ તેમના પ્રત્યે ક્રોધ કે અપ્રસન્નતા દર્શાવતે, નહાતા. પ્રત્યેક વિષયની પરીક્ષા કેવળ યુક્તિ અને વિવેકબુદ્ધિદ્વારાજ થવી જોઇએ, એમ તે માનતા હતા. તેના જેવા યુક્તિ તે વિવેકબુદ્ધિતા સેવક આધુનિક કાળમાં કાઈ જન્મ્યા હાય, એમ અમારા જાણવામાં નથી. સમ્રાટ ઘણીવાર કહ્યા કરતા હતા કે “પ્રત્યેક સંપ્રદાય પોતાના ધર્મોંમતને એટલે બધે સત્ય માની લે છે અને એ અંધશ્રદ્ધામાં એવા તેા ઉન્મત્ત બની જાય છે, કે અન્ય સર્વાં માને સહાર કરવાની અને પૃથ્વીને મનુષ્યના રક્તથી કલકિત કરવાની દુષ્ટ ભાવનાને તે દૂર કરી શકતા નથી. તેમાં પણ વધારે આશ્ચર્ય પામવા જેવું તેા એજ છે કે ધર્મનિમિત્તે મનુષ્યાનાં ખૂન કરવાં તેને પશુ એક મહા પવિત્ર ક્ર` માની લેવામાં આવે છે. મનુષ્યા જો એકમાત્ર યુક્તિના વા પેાતાની વિવેકબુદ્ધિના આશ્રય ગ્રહણ કરતાં હાત તેા તે પેાતાની ભુલા પેાતાનીજ મેળે સમજી શકયાં હાત, અન્યની ધાર્મિક લાગણીઓને દુભવવાને બદલે માન આપતાં શીખ્યાં હાત અને રીતે જગતમાંથી શત્રુતા તથા વિવાદ જડમૂળમાંથી નષ્ટ થઇ ગયાં હાત.” મનુષ્યા અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમાંજ પેાતાની સ પૂર્ણીતા માની લે છે, પણ વસ્તુતઃ તેમાં તેમની ભૂલ છે. વસ્તુતઃ જે જ્ઞાન આ પણે પ્રાપ્ત કરીએ તે જ્ઞાનને જો આપણે આચારમાં ઉતારી ન શકીએ, તેા એ જ્ઞાનની કિંમતજ શું છે? એવા નિષ્ક્રિય દાન કરતાં તે મૂર્ખતાજ ઉત્તમ છે. મનુષ્ય એક શ્રેષ્ઠ પ્રાણી ગણાય છે, તેનું કારણ એજ છેકે તેનામાં વિવેકશક્તિતુલનાશક્તિ રહેલી છે. આ શક્તિની ઉન્નતિ કરવી તથા તેના સદુપયેાગ કરવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy