SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સમ્રાટ અકબર કરવા માગે છે તે કેટલે અંશે વિજયી થઈ શકે, તેને મનહર ઉત્તર સમ્રાટ અકબરના ઉત્તમ જીવનચરિત્રમાંથી બહુ સારી રીતે મળી આવે છે. સમ્રાટનાં સમસ્ત કાર્યો અને સમસ્ત સાધનાઓનો કેવળ એકજ ઉદ્દેશ હતો અને તે એજ કે ગમે તે રીતે જન્મભૂમિને મહાન કીર્તિશાળી કરી, જગતમાં તેને અનુપમ કિવા અતુલનીય બનાવવી. આ મહાન ઉદેટ્સ અને આ પવિત્ર સંકલ્પ લઈને જે મહાપુરુષ સંસારના કાર્યક્ષેત્રમાં બહાર આવે તેની પૂજા કરવાનું કોને મન ન થાય ? સમગ્ર ભારતવર્ષને પિતાના રાજ છત્ર નીચે લાવવા માટે સમ્રાટને બરાબર વીસ વર્ષપર્યત યુદ્ધ કરવું પડયું હતું. આટલે લાંબા સમય યુદ્ધમાં પસાર થવા છતાં પ્રજાકીય મંગળ કરવામાં તેણે ઉદાસીનતા દાખવી નહતી. તેણે રાજ્યનો કારભાર પિતાના હાથમાં લીધા પછી તરતજ વિવિધ દેશહિતકર કાર્યોને આરંભ કરી દીધો હતે. અકબરના પ્રત્યેક જીવનપ્રસંગમાં તેની સ્વદેશહિતૈષિતાની લાગણી પ્રકટ થઈ આવે છે. વકીલ તથા વજીર–સમ્રાટ અકબર એ તે પ્રતિભાશાળી તથા બુદ્ધિશાળી હતી કે તેને રાજકારભાર ચલાવવાને માટે કોઈ મદદનીશની સહાયતાની કે કાઈ મંત્રીની સલાહ લેવાની જરૂર પડતી નહતી. બીજી રીતે કહીએ તે અકબરની અગાધ જ્ઞાનશક્તિને અનુસરીને જ રાજ્યના વકીલે, અમીર, ઉમરા તથા નોકરે વગેરે પિતાનાં કર્તવ્ય કર્યું જતા હતા. બની શકે તેટલાં કાર્યો પિતાના હાથથી જ કરવાની અને બાકીનાં કાર્યો ઉપર પિતાની સીધી દેખરેખ રાખવાની તેને ટેવ હતી. તેના કરોને તે કેવળ અકબરની આજ્ઞાનું જ મુખ્યત્વે પાલન કરવાનું હતું. અબુલ ફઝલ લખે છે કે –“રાજ્યના જેટલા કરો હતા. તેમાં વકીલે સર્વના ઉપરિ ગણાતા હતા. વકીલેની ઉન્નતિ તથા અવનતિ, નિમણુક તથા રજા, એ સર્વ સ ધારણરીતે સમ્રાટ અકબરઠારાજ નિશ્ચિત થતું. જેના અગાધ જ્ઞાનઠારા મંત્રણાભવન (જે સ્થળે રાજ્યના મુખ્ય અમલદારે, એકત્ર થઇ રાજ્યવ્યવસ્થાનો વિચાર કરતા તે સ્થળ) સર્વદા ઉજજવળ રહ્યા કરે, જે પુરુષની તીણ બુદ્ધિ તથા પ્રાજ્ઞતા ગમે તેવા કઠિન વિષયમાં છેક તળભાગપર્યત પહોંચી જાય અને અમુક પ્રશ્નનો છેલ્લો નિર્ણય કરવાને સદા તત્પરજ રહે, જે પુરુષને વિશાળ અનુભવ તથા દીર્ધદષ્ટિ રાજસભામાં અસાધારણ ગણાય, જેના સ્થિર સિદ્ધાને ફેરવવાને કઈ શકિતમાન ન થાય, જેની વાણી ગંભીર વિચારના પરિણામેજ મુખમાંથી બહાર નીકળે, જે પુરુષ સુશિક્ષિત હેવાની સાથે અતિ ઉદાર, અતિ મહાન, સ્નેહપરાયણ, નિષ્કપટ, કાર્યદક્ષ, શીત તમ. દઢ મનવાળો હેય, એટલું જ નહિ પણ જે અતિ વિશ્વાસુ હેય, અનેક કામના. જાતને પણ અવિચલિત હોય, સગાંસંબંધીઓ તથા અપરિચિત મનુષ્યાShree Sudharmaswami Gyanbhandar-Umára, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy