SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું ગૌરવ મેગાસ્થિની પિતાને જાતિ-અનુભવ દર્શાવતાં કહે છે કે –“સાહસ એ તે ભારતવાસીઓને સર્વ પ્રધાન મુખ્ય ગુણ છે. યુદ્ધવિદ્યામાં તેઓ એશિયાની તમામ પ્રજાઓ કરતાં ચડી જાય તેવા છે; એ વાત અનેક પ્રકારે સિદ્ધ થઈ ચૂકી છે.” ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં ચંદ્રગુપ્તને પાત્ર મહારાજ અશોકવર્ધન મગધની ગાદી ઉપર આવ્યા હતા; તે પણ બૌદ્ધધર્માનુયાયી હતા. તેના સમયમાં ભારતવર્ષ ઉન્નતિના સર્વોચ્ચ શિખરે પહોંચી ચૂક્યો હતો; ભારતનું ગૌરવ ચતુર્દિશામાં વિસ્તાર પામી ચૂક્યું હતું. અશોકનું સામ્રાજ્ય ભારતના અનેક ભાગમાં તેમજ કાબૂલ, કંદહાર અને બધીકા આદિ પ્રદેશ માં પણ પ્રવર્તતું હતું. મીસર, મેસિડેનીયા, સિરિયા, સાઈરિણી અને એપિરસ આદિ અતિ દૂરવતી દેશોના નરપતિએ પણ અશોકની સાથે મૈત્રીના સંધિસૂત્રથી જોડાયેલા હતા. ફાહિયાને અશોકના રાજમહાલયનાં ખંડીએ પાટલીપુત્રમાં પ્રત્યક્ષપણે નિરખીને એક સ્થળે લખ્યું છે કે“અશોકે રાક્ષસોઠારા પથ્થર ઉપર પથ્થર ખડકાવીનેજ આ ઉપરાઉપરિ માળ તૈયાર કરાવ્યા હતા. મહાલયની આસપાસને કીલે, તરણકાર (મુખ્ય દરવાજે) તથા એ સર્વની શિલ્પકુશળતા જેવાથી ખાત્રી થાય છે કે આવું કામ મનુષ્યોથી તે થવું સંભવે નહિ. આ મહાલનાં પડી ગયેલાં ખંડિયેરે આજે પણ વિદ્યમાન છે.” અશકે ઐાદ્ધધર્મોપદેશકાને એશિયાના ચારે ખુણામાં તથા આફ્રિકા અને યૂરોપમાં પણ ધર્મપ્રચાર અર્થે મોકલી દીધા હતા. તેણે તે ભારતવર્ષમાં અસં ખ્ય બદ્ધવિહારની સ્થાપના કરી હતી. ચીન અને તિબેટના પરિવ્રાજકે એ પટણુની પાસે આવેલા નાલંદાવિહારનું જે સંક્ષિપ્ત વર્ણન લખી રાખ્યું છે, તે વાંચવાથી જણાય છે કે નાલંદાના વિહારને ચાર માળ હતા અને તે એટલા બધા ઉંચા હતા કે જાણે તે ગગન સાથે જ વાત કરી રહ્યા હોયને! એક મહેલ તે ૧૬૦૦ ફીટ લાબો તથા ૪૦૦ ફીટ પહોળો હતો, એમ જણાવવામાં આવ્યું છે. આ વિશાળ સ્થાનમાં વિદ્યાથીઓ તથા ગુરુઓ એકત્ર વાસ કરતા. આ પ્રાસદાનાં ખંડીએ પાસે કેટલાએ બૌદ્ધમંદિરનાં ખંડીએ આજે પણ જોઈ શકાય છે. નાલંદાવિહારની પાસે મોટાં મોટાં તળાવે પણ ખોદાવવામાં આવ્યાં હતાં, અને તેમાંની એક-બે તળાવે તો એક માઈલ જેટલા વિસ્તારવાળાં હતાં, એમ કહેવાય છે. નાલંદાના વિહારમાં પ્રાય: દશ હજાર વિદ્યાર્થીઓ તથા ગુરુઓ એકત્ર વાસ કરતા હતા અને તેમના ખાનપાન તથા વસ્ત્રાદિ માટે રાજ્ય તરફથી વ્યવસ્થા કરવામાં આવતી. સઘળા બૌદ્ધ વિદ્યાથીઓ તથા ગુઓ રાત્રિ-દિવસ ભણવાભણાવવામાંજ પિતાના સમયને સદુપયોગ કરતા. ચીનાઈ પરિવ્રાજક હ્યુએનસીગે આ દશ્ય પ્રત્યક્ષપણે જોયા પછી લખ્યું છે કે –“નાલંદાના બદ્ધ તપસ્વીઓ ખરે ખર મહા પંડિત છે. સમગ્ર ભારતવર્ષ આ તપસ્વીઓનું સન્માન કરે છે અને Shreeતેમની આરાને અવનત મસ્તકે અનુસરે છે.” અશકે જેવી રીતે અસંખ્ય વિદ્યા Www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy