SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું ગૌરવ ૧૧. માટે અનેકને યુરોપ જવું પડે છે, તેવી રીતે પ્રાચીન ભૈહયુગના સમયમાં અનેક પ્રાંતવાસીઓને ભારતવર્ષમાં આવવું પડતું અને તેઓ ભારતના જ્ઞાનભંડારમાંથી અપૂર્વ રને પિતાની સાથે લઈ જતા. ભારતવાસીઓનું જીવન તે કાળે કેવળ પરેપકારમયજ હતું, એમ કહીએ તે પણ લેશમાત્ર અયુકિત નથી. સહસ્ત્રસહસ્ત્ર ભારતવાસીઓ પોતાની ઈચ્છાપૂર્વક સ્વદેશને પરિત્યાગ કરી દિગદિગંતમાં ભારતવર્ષના ગૌરવને પ્રચાર કરવા બહાર નીકળી પડતા. અત્યારના સમયમાં દેશાટન સુગમ ગણાય છે, પરંતુ તે કાળે દેશભ્રમણ સુગમ નહોતું. પૂર્વે ભારતવાસીએ કૂર-ભયંકર પ્રાણીઓથી ભરપૂર જંગલ પસાર કરીને, હજારો લૂંટારાઓ તથા ધાડપાડુઓના ભયમાંથી હિંમતપૂર્વક પસાર થઈને તથા દુર્ભેદ્ય નદીઓ, પહાડ અને અરણ્યો ઓળંગીને બહુ કઠિનતાથી ઇચ્છિત સ્થાને પહોંચી શકતા. આટલી આટલી મુશ્કેલીઓ છતાં ભારતીય પ્રજાજને ઉત્તરમાં નેપાળ, કાશ્મીર, તિબેટ, બાહીક, બુખારા, મંગોલીઆ, ચીન, કેરીયા તથા જાપાન અને પશ્ચિમમાં કાબૂલ, સીરીયા, પેલેસ્ટાઈન, આફ્રિકાસ્થિત મીસર તથા માઈરિણી તેમજ યૂરોપાંતર્ગત મેસિડેન તથા એપિરસ, પૂર્વમાં બ્રહ્મ, કેચીનચીન, જાવા, સુમાત્રા તથા ફારસાના ટાપુઓ અને દક્ષિણમાં લંકાપર્યત દેશાટન કરતા તથા વાણિજ્ય-વ્યાપાર ચલાવતા હતા. અનેક હિંદીઓ ઉકત સ્થાનેમાં ઘણે લાંબા સમય નિવાસ કરીને જ્ઞાન તથા ધર્મને પ્રચાર પણ કરતા હતા. ઈ. સ. ના ચોથા સૈકામાં ફાહિયાન સ્થળમાર્ગે થઈને ભારતવર્ષમાં આવતો હતો ત્યારે તેણે સાઇબરીયાની દક્ષિણે આવેલા તાતાર પ્રદેશમાં, કાસ્પીયન સરોવરની પશ્ચિમ દિશામાં આવેલા યૂરેપખંડમાં તથા અફઘાનીસ્થાનમાં બૌદ્ધધર્મને પ્રબળ પ્રભાવ પ્રત્યક્ષ જોયું હતું. આજે પણ યુરોપના ઉત્તરપ્રાંતમાં આવેલા લાલેંડ દેશમાં બૈદ્ધ ધર્મ પ્રચલિત છે. ભારતવર્ષને બૈદ્ધધર્મ સમગ્ર માનવજાતિના એક તૃતીયાંશ ભાગના ધર્મરૂપે આજે પણ ટકી રહ્યો છે. પૃથ્વીના પ્રધાન લેખાતા ધર્મોએ ભારતવર્ષની માટીમાંથી જ એક કાળે પિપણું મેળવ્યું હતું. ધર્મરૂપી વૃક્ષોને ઉગવા માટે ભારતવર્ષ જેવી અન્ય એકે પૃથ્વી અનુકૂળ નથી. ક્રાઈસ્ટના જન્મ પૂર્વે ભારતના સમ્રાટું અશકવર્ધને પેલેસ્ટાઈનમાં બાદ્ધધર્મપ્રચારકે મોકલ્યા હતા, એટલું જ નહિ પણ ક્રાઈસ્ટના પિતાના સમયમાં પણું બૌહશ્રમણો ત્યાં રહીને બુદ્ધધર્મને પ્રચાર કરી રહ્યા હતા, એવાં અનેક પ્રમાણે મળી આવે છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધ અને ક્રાઇસ્ટના જીવનચરિત્ર માં તેમજ ધર્મસિદ્ધાંતમાં તથા ઉપદેશમાં કવચિત્ એવી તે સમાનતા મળી આવે છે કે આપણને આશ્ચર્ય થયા વિના રહે નહિ. પ્રાચીન બૌદ્ધ ગ્રંથોનાં ઉપદેશ જનક આખ્યાને લગભગ સઘળાંજ બાઈબલમાં પણ મળી આવે છે. રોમન છે. લિકેને યાજક સંપ્રદાય, તેમનાં ધર્માનુષ્ઠાને તથા રીતિ-નીતિઓ એ સર્વ જાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy