SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. સમ્રાટ અકબર મહાન કિલ્લે બંધાવ્યો હતો. તે કિલ્લો ગંગા અને યમુનાના તાર ઉપરજ આવેલો છે. કિલ્લાની બે બાજુએ નદી અને બાકીની બે બાજુએ ગંભીર ઉંડાઈવાળી ખાઈ આવેલી છે. કિલ્લાએ જાણે કે ગળામાં સુંદર માળા ધારણ કરી હોય એવી કલ્પના આ ખાઈનું નિરીક્ષણ કર્યા પછી ઉદ્દભવે છે. કિલ્લાની દિવાલ પથ્થરની જ બનેલી છે. રાજપ્રાસાદ જે કે કિલ્લાની અંદર છે; તોપણ તે ગંગાના કિનારા ઉપરજ છે. સમ્રાટે તે નગરીને “અલ્લાહાબાદ” નું નામ આપ્યું હતું. ત્યારબાદ અનેક લેકે ત્યાં આવીને વસવા લાગ્યા અને એ રીતે વર્તમાન મનહર શહેરની ક્રમે ક્રમે ઉન્નતિ થઈ. ઉકત કિલ્લામાં ૩૦ ફીટ ઉંચાઈવાળે અશકના સમયને એક સ્તુપ ખેદમય વદને ઉભો છે. સ્તૂપમાં એક શિલાલેખ પણ છે. ઈ. સ. ૧૫૮૦ માં સમ્રાટે પોતાના રાજ્યના મુખ્ય નકરો અને જાગીરદારોને એવી આજ્ઞા કરી કે –“ સામ્રાજ્યની સમસ્ત શહેર તથા ગામડાઓમાં વસતી પ્રજાનું એક પત્રક તૈયાર કરવું અને પ્રત્યેક મનુષ્ય શું કામ-ધંધો કરીને નિર્વાહ કરે છે તે સંબંધી તપાસ કરવી. જેઓ કામ-ધંધા વગર બેસી રહેતા હોય તેમને સામ્રાજ્યની સીમા બહાર હાંકી કહાડવા.” ભારતવર્ષમાં પ્રથમ વસ્તીપત્રક જે ક્યારેય પણ થયું હોય તે તે આ સમયે અકબરના રાજત્વકાળમાંજ થયું હતું. સાટની આજ્ઞા સાંભળી પ્રત્યેક નિરુદ્યોગી મનુષ્ય યથાયોગ્ય કામધંધામાં જોડાઈ ગયો હતે. - ઈ. સ. ૧૫૮૪ માં હાકીમે કાબુલ ખાતે પ્રાણત્યાગ કર્યો. તેના અમાત્યોએ કાબુલમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપન કરવાની દુરાશાથી પિતાને યોગ્ય સહાયતા આપવા અબદુલ્લાને પ્રાર્થના કરી. અબદુલ્લા તે કાળે મધ્ય એશીઆમાં બહુજ શકિતમાન રાજા ગણાતું હતું. તેણે પણ આવી સરસ તક જોઈ કાબૂલને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાને પ્રપંચ કર્યો. અબદુલ્લા કાબૂલને પચાવી જવા માગે છે, એ વાત સમ્રાટથી છાની રહી નહિ. તેણે તત્કાળ પંજાબમાં તે સમયના શાસનકર્તા–રાજા માનસિંહને કાબૂલમાં સૈન્યસહિત પહોંચી જવાની આજ્ઞા કરી. સમ્રાટ અકબર પોતે પણ ફતેહપુરમીથી રવાના થઈ નવરતાસગઢમાં હાજર થયા. રોતા સગઢથી કાબુલપર્યત સૈન્યને જવા-આવવામાં સુગમતા થાય તે માટે સિંધુ નદીના કિનારા પર્યત અર્થાત અટકના કિલ્લા પર્યત અને સિંધુ નદીના બીજા કિનારાથી લઈ કાબૂલપર્યત એક સુંદર સડક તૈયાર કરાવવાની તેણે વ્યવસ્થા કરી. ત્યાર બાદ તે બરઘાટમાં થઈને જલાલાબાદ ખાતે હાજર થયા. રાજા માનસિંહે કાબૂલમાં આવી પિતાની અપૂર્વ શકિત અને તીક્ષ્ણ બુદ્ધિના પ્રતાપે રાજ્યના સમસ્ત વિરોધી અમાત્યને દાબી દીધા. ત્યારબાદ પિતાના પુત્ર જગતસિંહને કાબૂલની રાજયવ્યવસ્થા સંપી અને હાકીમના બે પુત્રોને પિતાની સાથે લઈ સમ્રાટની પાસે હાજર થયો. સમસ્ત વિરોધીઓ તથા શત્રુઓને સહદયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy