SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ - - અફઘાનીસ્તાન ૧૭૯ રાજા ટેડરમલ આદિ ભાવિક પુસ્કો પણ અનેકવાર સૈન્ય સાથે નદીની પેલી પાર દૂર સુધી ગયા હતા. રાજા માનસિંહ સૈન્યની સાથે કાબૂલની પાસે આવી પહોંચ્યા. હાકામે ભયભીત થઈ, અકબરને ભૂલાવામાં નાખવાના ઉદ્દેશથી એક દૂત સમ્રાટ પાસે રવાના કર્યો. સમ્રાટે તે દૂતને જણાવ્યું કે-“ હું મારા ભાઈને ક્ષમા આપવા તૈયાર છું. જે તે પિતાના ભૂતકાળનાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરે અને ભવિધ્યમાં એવું કાર્ય નહિ કરવાની પ્રતિજ્ઞા કરે તે હું અહીંથી જ પાછા વળવાને તત્પર છું.” હાકીમે સમ્રાટ અકબરની આવી સહદયતાપૂર્ણ સરત પણ કબૂલ કરવાની ઇચછા દર્શાવી નહિ. હિંદનું સામ્રાજ્ય પડાવી લેવાની દુષ્ટ વાસના તેના હૃદયમાં પ્રબળપણે સળગી રહી હતી. તેણે એક્વાર છુપી રીતે આવી મોગલસેના ઉપર હલ્લો કર્યો, પણ તેમાં તે નિષ્ફળ નિવડ્યા અને ત્યાંથી નાસી જવાની તેને ફરજ પડી. સમ્રાટના સેનાપતિઓએ તેની પાછળ દેડી તેને મારી નાખવાની તત્પરતા દર્શાવી; પરંતુ અકબરે તેમને તેમ કરતાં અટકાવ્યા અને કહ્યું કે –“ બ્રાતાનું ખૂન કરવું એ કોઈપણ રીતે યોગ્ય નથી. હું મારા વિશ્વાસુ નોકરને તેમ કરવાની કદાપિ આજ્ઞા કરીશ નહિ. ભાઈ, એ પિતાનું જ એક સ્મારકચિન્હ છે, કારણ કે ભાઈને જેવાથી સહેજે પિતાનું સ્મરણ થઈ આવે છે. તે ભાઈ મારા પ્રત્યે ગમે તેવું દુષ્ટ વર્તન ચલાવે તે પણ મારે તેને ક્ષમા આપવી, એ મારું મુખ્ય કર્તવ્ય છે.” હકીમ કાબૂલનો ત્યાગ કરીને ત્યાંથી નાસી ગયો એટલે અકબરે અનાયાસે કાબૂલમાં પોતાની રાજસત્તા બેસાડી. ત્યારબાદ સમ્રાટને કેઈએ એવા ખબર આપ્યા કે હાકીમ તે અન્ન-વસ્ત્રના અભાવે ફકીર બની ગયા છે અને મહામહેનતે રખડી રઝળીને પેટ ભરે છે. આ સમાચાર સાંભળી અકબરને બહુ ખેદ થયો. “મારે સગે ભાઈ ભૂખ્યો અને તરસ્યો વનમાં ભટકે અને હું રાજ્યસિંહાસને બેસી એશ્વર્ય ભોગવું, એ કેટલું બધું અનુચિત ગણાય” એવો વિચાર આવતાંની સાથે જ તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં ! તેણે પોતે એક દૂત હાકીમ પાસે રવાના કર્યો. જે ભાઈએ પોતાનું સત્યાનાશ કાઢવામાં લેશ પણ સંકેચ કર્યો નહોતો, તેજ ભાઇની દુરવસ્થા સાંભળી અકબરનું હૃદય ચીરાઈ ગયું ! હાકીમ જ્યારે કાબૂલમાં પાછા આવ્યા ત્યારે અકબર તેને કાબૂલના શાસનકર્તા તરીકે નિયુક્ત કરી પિતે હિંદમાં પાછો ફર્યો. બિબરઘાટમાં થઈને અને લાહેર તથા દિલ્હીમાં થોડા દિવસ રહીને તે ફતેહપુર-સીક્રી ખાતે સહિસલામત પહોંચી ગયો. એજ અરસામાં ૨ માટે પ્રયાગમાં ગગા-યમુ Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy