SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્રાટ અકબર દર્શાવતા; કારણ કે શબ ન સડે એમાં પ્રભુની કૃપા હેવી જોઈએ, એમ તેઓ માનતા હતા.” ઉક્ત સમસ્ત ગુફાઓ બે માળવાળી છે. જે પર્વત ઉપર તે ગુફાઓ આવેલી છે તે પર્વત ઉપર એક પ્રાચીન નગરીનાં ખંડીએ દષ્ટિગોચર થાય છે. ગુફાઓમાં રહેલી મૂર્તિઓ તથા “સમાજ” નામ ઉપરથી એવી ખાત્રી થાય છે કે પૂર્વે તે સ્થળે બૌવિહાર હે જોઈએ. ત્રણ મહાન મનુષ્ય પ્રતિભાસંબધે મેં આગળ જે ઉલ્લેખ કર્યો, તેમાંની એક પ્રતિમા “ શાકમ” ના નામથી પ્રસિદ્ધ છે.” “શાકમમ” એ શાક્યમુનિને અપભ્રંશ હવે જોઈએ. અફઘાનીસ્તાનમાં પ્રત્યક્ષ થતા આ પ્રાચીન અવશેષો ભારતવાસી હિંદુઓની જ કીતિને સૂચવી રહ્યા છે, એમાં સંદેહ નથી. મૃતદેહને સડવા દીધા વિના સાચવી રાખવાની વિદ્યા સર્વે ભારતવાસીઓ જાણતા હતા. આજે તે વિદ્યાને લેપ થઈ ગયું છે. મિસર દેશવાસીઓ પણ પ્રાયઃ ભારતવાસીઓ પાસેથી જ ઉકત કળા શીખેલા હોવા જોઇએ. અફઘાનીસ્તાનની પૂર્વ દિશામાં, મઈન કિલ્લાથી ૮ માઈલ ઉત્તરમાં જવાથી એક પર્વત પાસે પહોંચાય છે. તે પર્વત ઉપર બૌદ્ધ નગરીનાં પથ્થરનાં મંદિરોના અવશેષો તેમજ તે સિવાય અનેક સ્થળે બૌદ્ધગુફાઓ અને બૌદ્ધવિહારના અવશેષ આજે પણ જોવામાં આવે છે. મર્દન કિલ્લાથી છ માઈલ આગળ જતાં બદ્ધ મહારાજા અશોકવદ્ધનને અનુશાસનસ્તંભ અત્યારે પણ ધીરભાવે ઉભો રહીને ભૂત. કાળના ભારતીય નૈરવ માટે અત્ર વર્ષાવી રહ્યો છે. ભારતના મહાગૈરવના દિવસે કાળના પ્રવાહમાં તણાઈ ગયા અને મહા તેજસ્વી યુગ ભૂતકાળમાં મળી ગયે, તે સમયે અને તે પછીના સમયે પણ અનેક સૈકાઓ થયાં બ્રાહ્મણ રાજાઓ કાબૂલના સિંહાસનને શોભાવી રહ્યા હતા. હિંદુઓના ઉપનિવેશો ઘણા લાંબા કાળ પર્યત સુવ્યવસ્થિતપણે સુરક્ષિત રહી શકયા હતા. હાય! આજે અમે એટલા બધા અધ:પતિત થઈ ગયા છીએ કે અમારા પૂર્વપુરુષોનું ગારવ સમજવાની કલ્પનાશકિત પણ હવે અમારામાં રહી નથી ! જે વેળા બંગાળ અને બિહારમાં બળવાખોરોએ માથું ઉંચકયું તે વેળા સમ્રાટ અકબરને ભાઈ મિર્જા મહમદહકીમ કાબૂલની ગાદીએ રાજ્ય કરતા હતા. અકબરનું સામ્રાજ્ય તથા ઐશ્વર્ય નિરખીને ઇર્ષ્યાને લીધે તે મનમાને મનમાં જ બ વ્યા કરતા હતા. તેને જ્યારે સમાચાર મળ્યા કે અમ્મર ઇસ્લામધર્મથી ભ્રષ્ટ થયો છે અને બંગાળબિહારના મુસલમાનેએ તેની વિરુદ્ધ બળ ઉઠાવ્યો છે, ત્યારે તેણે વિચાર કર્યો કે જે આ અનુકૂળ તકને લાભ લઇને હું પણ અકબરની વિરુદ્ધ લડાઈ જાહેર કરે તે બંગાળ-બિહારના બળવાખોરો મને સહાય આપ્યા વિના રહે નહિ; અને જે એમ થાય તે હું અનાયાસે અકબરની રાજ, ગાદી પડાવી લેવામાં વિજયી થઈ શકે. આ વિચાર કરી તેણે હિંદના બળ| વારેને ઉતેજન આપવા તથા તમને વિશેષ ઉશ્કેરવા બિહારમાં પેતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy