SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અફવાનીસ્તાન ૧૭૫ નીચે પ્રમાણે કહી રહી હેય, એમ અમને લાગ્યું. “ જ્યારે પ્રબળ પ્રતાપ અને અખંડ તેજદ્વારા હું તેજસ્વિની હતી અને મારા બાહુબળદ્વારા શત્રુઓથી આત્મરક્ષા કરી રહી હતી, ત્યારે આ ભારતવાસી હિંદુઓ! તમે કયાં સૂતા હતા? તે સમયે તે તમને ઈર્ષા અને કલેશ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નહતું! આજે મારી આવી દુર્દશા જોઈ તમારૂં મર્મ ભેદાય છે, એમ શું તમે કહેવા માગે છે તમને હૃદયજ કયાં છે ? તમને તે વળી વેદના હેયજ શાની ? તમે મારી દુર્દશા જોવા આવ્યા છો ? જાઓ, પાછા જાઓ ! મારી નીરવતામાં અને નિર્જનતામાં હવે તમે નાલાયકે ભંગ પાડશે નહિ. મારા સ્વત્વની અને મારા ભૂતકાળના નૈરવની હવે કોઈવાર શોધ કે યાદી કરતા નહિ.” चतुर्दश अध्याय-अफघानीस्तान “ભાઈ, એ તો પિતાનું સ્મારક ચિન્હ છે. જોકે તે કૃતઘતાથી વર્યાં છે પણ મારાથી તે તેને માફ કર્યા સિવાય રહેવાયજ કેમ?' અકબર - બૌદ્ધયુગમાં ભારતવાસીઓએ અફઘાનીસ્તાન ઉપર વિજય મેળવી, ત્યાં બૌદ્ધધર્મને પ્રચાર કર્યો હતો. ભારતવર્ષની ચઢતી કળાના સમયમાં સિંધુ નદીની સીમા ઉલ્લંધવાનું કાર્ય હિંદુઓને માટે ધર્મવિરુદ્ધ ગણાતું નહોતું; અને તેથી જ પૂર્વકાળે ભારતવાસીઓ દૂર દૂરના દેશોમાં ઉપનિવેશો સ્થાપવમર્થ થઈ શક્યા હતા. અફઘાનીસ્તાનની પશ્ચિમ દિશામાં વામિયાન નામને પ્રદેશ આવેલ છે. તે પ્રદેશમાં પર્વત ઉપર જે અનેક ગુફાઓ આવેલી છે તે સંબંધે અબુલ ફઝલ લખે છે કે –“ઉક્ત ગુફાઓમાં બાર હજાર ગુફાઓનું સમાજ” એવું નામ રાખવામાં આવ્યું છે. ઘણું લાંબા કાળ પૂર્વે મનુષ્યોએ પર્વત કાપીને ઉક્ત ગુફાઓ બનાવી હોય એમ જણાઈ આવે છે. આ સ્થળે પથ્થરમથિી કેતરી કહાડેલી મનુષ્યની ત્રણ મહાન પ્રતિમાઓ પણ પ્રત્યક્ષ થાય છે. તેમાંની એક પ્રતિમા ૨૪૦ ફીટ જેટલી. બીજી ૧૫૦ ફીટ જેટલી અને ત્રીજી ૪૫ ફીટ જેટલી લાંબી છે. એક ગુફામાં એક આસન ઉપર એક મૃત વ્યક્તિને દેહ બહુ કાળજીપૂર્વક સંગ્રહી રાખવામાં આવ્યા છે, તે જોઈ મને બહુ આશ્ચર્ય થયું. પ્રાચીન વસ્તુની શોધ બોળ કરનારા પંડિત પુરુષો પણ, આ કોને દેહ છે તે કહી શકતા નથી. તેઓ એિવું અનુમાન કરે છે કે અતિ પ્રાચીનકાળથી આ મૃતદેહ આ સ્થળે પડેલે છે - જોઈએ. પૂર્વકાળે ભારતવાસીઓ મૃતદેહની ઉપર એક એવા પ્રકારને મલમ લગા હતા કે જેથી તે શબ કોઈ કાળે સડતું કે ગંધાતું નહિ. આ પ્રમાણે મૃતદેહને Shસડવા દીધા વિના સાચવી રાખવાથી અજ્ઞાન કે એ મૃતદેહતરફ ભક્તિભાવ - ( ૯ I ! Shree Sudhathaswami Gyanbhandar Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy