SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ફતેપુરસીકી, આગ્રા અને દિલ્હી ૧૬૩ પુરની ઉત્તર દિશામાં એક જળાશય આવેલું હતું. એ જળ શુદ્ધ થઈને કળદ્વારા ઉંચે ચડતું અને ત્યાર પછી રાજપુરીમાં કળમારફતે સર્વત્ર પહોંચી જતું. આ કળનાં ચિન્હો અત્યારે પણ જોઈ શકાય છે. આ નગરીને કોઈ પણ દુશ્મન એકાએક ઘેરી લઈ ન શકે તેવી રીતે તૈયાર કરવાની અકબરે ભાવના રાખી હતી અને તે માટે તેણે પર્વત ઉપર એક મહાન સુદઢ કિલ્લે બંધાવવાનું પણ શરૂ કરાવેલું હોય એમ હાથીપાળ જેવાથી જણાઈ આવે છે આવી આવી કેટલી બાબતનું વર્ણન કરીએ ? અંત:પુરની નજીકમાંજ દક્ષિણ-પશ્ચિમ દિશાએ ૫૫૦૪૪૭૦ ફીટ જેટલા વિસ્તારને એક મેટ ચેક આવેલું છે. તેની પશ્ચિમ તરફ મકકાની મજીદના નમુના પ્રમાણે એક મહાન અને મનહર ઉપાસનામંદિર આવેલું છે. જિંક સાહેબ લખે છે કે:-“પ્રાચ્ય પ્રદેશમાં સર્વ કરતાં સુંદર જે કાઈ મજીદ હોય તે તે એકજ છે.” ઉકત મજીદના આંગણામાં સલીમ ચિસ્તીની વેત મર્મરની અતિ આકર્ષક સુંદર કબર ( સમાધિમંદિર ) આવેલી છે. એ આંગણુની દક્ષિણ તરફ એક “બુલંદ દરવાજે ” આવેલું છે, એ દરવાજે પર્વતની ઉપર ૧૩૦ ફીટ જેટલો ઉંચો છે. ફર્ગ્યુસન સાહેબ કહે છે કે –“ પૃથ્વીની સપાટી ઉપર ઉભા રહીને આ કારનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે તે એવો તે સુંદર લાગે છે કે ઘણું કરીને પૃથ્વીના કેઈ પણ ભાગમાં એના જેવો સુંદર પ્રવેશ-માગ કિવા દરવાજે નહિ હોય.” આ દરવાજાની બન્ને બાજુએ સમ્રાટ અકબરે પથ્થરમાં કેટલાંક સુંદર વાક્યો કોતરાવ્યા છે. એ વાક્યો સમ્રાટના ધર્મમતની પણ સૂચના આપે છે. એક તરફ એવા આશયનું વાકય કાતરવામાં આવ્યું છે કે –“ ઇસુએ કહ્યું છે કે પૃથ્વી એ માત્ર એક પૂલ છે. તેને પાછળ રહેવા દઈ, તમે તે પૂલને ઓળંગીને આગળ ચાલ્યા જાઓ. પૃથ્વીરૂપી સેતુ ઉપર આમેદ–વિનોદાથે ગૃહ અંધાવશે નહિ. જે એક ક્ષણવાર પણ પૂલ ઉપર વિરામ લેવા બેસશો તે ચિરકાળને માટે ત્યાંજ બેસી રહેવું પડશે. આ જીવન ક્ષણભંગુર છે, પ્રભુસેવા અર્થ એ જીવનને સદુપયોગ કરે; કારણ કે પરજીવન કેવું છે તેની કોઈને ખબર નથી.” દ્વારની બીજી તરફ આ પ્રમાણે એક પદ કોતરવામાં આવ્યું છે –“ પ્રાર્થનાની શરૂઆત કર્યા પછી જે ચિત્ત અન્ય દિશામાં ગતિ કરે તે તે ઉપાસનાનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય નહિ; કારણ કે એ ઉપાસનાથી વિમુખ થએલો જીવ ઈશ્વરથી વિશેષ ને વિશેષ દૂર થતી જાય છે. દરિદ્ર અને દીન મનુષ્યને જે કાંઈ તમે દાનરૂપે આપી શકશે તેજ તમારું ઉત્કૃષ્ટ સંબલ ( માર્ગનું ભાતું) છે. જે મનુષ્ય આલોકના સુખ-વૈભવને બદલે પરલોકના સુખને માટે પોપકારી પ્રયત્ન કરે તેજ યથાર્થ વ્યવહારકુશળ વ્યવસાયી છે. Shrઇશ્વરને જે કાર્ય પ્રિય લાગે તે કાર્ય આપણે કરવું, એજ ઇશ્વરપૂજાને સર્વોત્તમ . www.umalagyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy