SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું ભૈરવ તો શેકસપીઅરને પણ ઉલ્લેથી જાય છે. કાલિદાસનું નાટક શાકુંતલા, સમસ્ત જગતમાં આદરણીય મનાય છે. પાશ્ચાત્યભૂમિમાંથી ગેટે જે કવિવર કહે છે કે;-“ જે તમારે વસન્તઋતુના મુલદલને ઉપભોગ કરવો હોય અને તેની સાથે તેજ વખતે ગ્રીષ્યવહુનાં મધુર ફળ પણ ચાખવાં હેય, અથવા જેવડે તમારું હૃદય પરિપૂર્ણ તૃપ્તિ પામે, પુલકિત થાય, મુગ્ધ થાય, એવું જે કાંઈ જોઈતું હોય, ટુંકમાં કહું તે સ્વર્ગ અને મર્યધામને જો તમે એકત્રિત કરી ઉભયને સ્વાદ એકસાથે લેવા માગતા હો, તે હું કહું છું કે “અભિજ્ઞાન શાકુંતલ' વાંચો. એક માત્ર “અભિજ્ઞાન શાકુંતલ'ના વાચનથી સર્વ પ્રકારના આસ્વાદ તમે એકીસાથે મેળવી શકશે.” | નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ સંબંધે શું વિશેષ કહેવાની જરૂર છે ? લેકશિક્ષા નિમિત્તે રચાયેલી પંચતંત્રની વાર્તાઓ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. ધીમે ધીમે તે વાર્તાઓ પશઅન, અરબી, ગ્રીક, લૅટીન, હિબુ, પેનીશ, જર્મન, અંગ્રેજી તથા યુરોપની અન્ય ભિન્ન ભિન્ન ભાષાઓમાં પણ અનુવાદિત થઈ ગઈ છે. સંગીતવિદ્યાએ પણ ભારતવર્ષમાં જ સૌથી પ્રથમ જન્મ લીધો હતો. ભારતીય ઋષિઓએ સામવેદ ગાવા માટે સંગીતની ચર્યાનો પ્રથમ આરંભ કર્યો હતે. ક્રાઈસ્ટના જન્મ પૂર્વે પ્રાયઃ ત્રણસેં–ચારસે વર્ષ ઉપર હિંદીઓએ સા, રી, ગ, મ, ૫, ધ, ની, આદિ સપ્તસ્વરોના વિભાગો પાડી નામકરણ કર્યું હતું. ભારતના આ સમસ્વરો ઇરાનમાં થઈ અરબસ્તાનમાં આવ્યા હતા અને ત્યાંથી એકાદશી શતાબ્દીના આરંભમાં યુરોપમાં પ્રવૃત્ત થયા. ઇસુ-ક્રાઈસ્ટનો જન્મ થયો તે પૂર્વે ઘણું વર્ષો પહેલાં ભારતવાસીઓએ શિ૯૫વિદ્યાની ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. આધુનિક સમયને તાજમહેલ જેવી રીતે પૃથ્વીની એક મહાન વિસ્મયકારક વસ્તુ લેખાય છે, તેવી જ રીતે પ્રાચીન સમયની શચી અને કારલાની ગુફાઓ વગેરે આજે પણ પ્રવાસીઓને વિમુગ્ધ કરે છે. કારલાનું આશ્ચર્યકારક શિલ્પનૈપુણ્ય અદ્યાપિ અદ્દભુત લેખાય છે, તેની તુલનામાં મૂકી શકાય એવું અન્ય શિલ્પનૈપુણય પૃથ્વીના કોઈ ભાગમાં નથી. મુંબઈની નજીક આવેલા પર્વત ઉપર કોતરીને ઉક્ત મનહર ગુફાઓ તૈયાર કરવામાં આવી છે. ઓરીસા પ્રાંતમાં પણ પર્વત કેતરીને બે ત્રણ માળનાં ગૃહ તથા ગુફાઓ એવી સુંદર રીતે નિર્માણ કર્યા છે કે ભારતવાસીઓના શિલ્પનૈપુણ્ય માટે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. પુરાતન કાળમાં ભારતવાસીઓ પથ્થર કોતરીને હસ્તી, મૃગ, મનુષ્ય તથા વૃક્ષની એવી તે મનોરમ પ્રતિમાઓ તૈયાર કરી શકતા કે ફર્ગ્યુસન સાહેબ કહે છે કે, પૃથ્વીના કોઈ પણ ભાગમાં એવી સુંદર મૂર્તિ પ્રાપ્ત થઈ શકી નથી. Shree Sud પ્રાચીન દિલ્હીમાં એક લહસ્તંભ આજે પણ દષ્ટિગોચર થાય છે. લંબાઈમાં પાર Shree Sudhatnaswami Gyanbhandar-Umara, Surat cલ લ આ www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy