SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર સુશ્રુત આજે ભારતના અતીત ગૈરવની ઘોષણા કરી રહ્યા છે. આરઓએ ઉકત ચિકિત્સાશાસ્ત્રને અનુવાદ કરી પ્રથમ પિતાના દેશમાં તેને પ્રચાર કર્યો, પાછળથી તે ચિકિત્સાશાસે યૂરોપમાં પણ પ્રવેશ કર્યો. સત્તરમા સૈકાપર્યત યૂરોપની ચિકિ. સાપ્રણાલિ આબેની ચિકિત્સાપ્રણાલિને જ અવલંબી રહી હતી. પ્રાચીન ભારતવાસીઓ શબનું પૃથક્કરણ કરી દેહસંબંધી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. અઢપ્રયોગ વડે ચિકિત્સા કરતા હતા અને તે માટે તેમણે ૧૨૭ પ્રકારનાં પ્રશ્નો પણ શોધી કાઢયાં હતાં. ડોકટર રીયલી લખે છે કે - “ખરેખર આશ્ચર્યને વિષય છે કે તે સમયના ચિકિત્સકે મૂત્રાશયમનિ પથ્થર કાપીને બહાર કાઢી શકતા, અને યંત્રો દ્વારા ગર્ભાશયમાંથી બાળકને પણ બહાર ખેંચી શકતા હતા.” રસાયણવિદ્યાની ચર્ચા પણ ભારતવાસીઓએ સર્વથી પ્રથમ શરૂ કરી હતી. ડોકટર રાયલી કહે છે કે:-“ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવેલી ઔષધિઓ સેવન કરવાની વિધિ સર્વથી પ્રથમ ભારતવર્ષમાંજ ચરક તથા સુશ્રુતે પ્રવર્તાવી હતી. ઉભિવિદ્યા (વનસ્પતિવિધા)ને પ્રથમ પ્રયાર પણ સુશ્રુતે જ કર્યો હતો. મહાભારત તથા રામાયણ જેવાં મહાકાવ્યો આજે પણ ભારતના અતીત ૌરવની સાક્ષી આપી રહ્યાં છે ! જનસમાજને ધર્મ તથા નીતિના માર્ગે વાળવા માટે ઉકત મહાકાવ્ય કરતાં ઉત્કૃષ્ટ અને મનહર કાવ્ય જગતમાં અન્ય કેઈ સ્થળે કદાપિ ગવાયું નથી. પ્રતિદિન ભારતવર્ષના પ્રત્યેક ગૃહમાં એ કાવ્ય આજે પણ પ્રકારાંતરે વાત થાય છે. રામલીલા, કૃષ્ણલીલા અથવા નાટક-નવલકથા કે આખ્યાનરૂપ, ઉક્ત મહાકાવ્યના અતુલનીય–પ્રત્યુજજવળ ચિત્ર ઉપર એવા તે વિવિધ રંગે અને પટે ચડાવવામાં આવ્યા છે કે ભારતવાસી હિંદુઓ ગમે તેવા દુઃખ કે આપત્તિના સમયમાં પણ પોતાનો ધર્મભાવ બહુ આનંદ અને સંતોષપૂર્વક સાચવી શકે છે. જ્ઞાનાભિમાની છતાં જડ દષ્ટિવાળું (બાહ્ય-જડ–જગત તરફ જેની દૃષ્ટિ છે તેવું) યુરોપ જ્યારે પીરામીડ તથા ચીનાઈ દીવાલને જોઈ અતિ આaયમાં ડૂબી જાય છે, ત્યારે ભારતવાસી ઉડા વિષાદ-ગંભીર સ્વરમાં માત્ર એટલું જ બોલે છે કે – अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् । शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥* મહાકવિ કાલિદાસની તુલના અન્ય કોની સાથે થઈ શકે તેમ છે? પાશ્ચાત્ય જગતને મહાકવિ શેકસપીઅર બહુ યશસ્વી લેખાય છે, પરંતુ કાલિદાસની યશ સીમા * ભાવાર્થ –હરહમેશ કેટલાંએ પ્રાણીઓ કમમંદિર તરફ પ્રયાણ કરે છે ! છતાં બાકી રહેલાં છવતા પ્રાણીઓ પિતાને સ્થિર સમજી બેઠાં છે, એના જેવું મહત આશ્ચર્ય બીજું કર્યું હોઈ શકે? Shree Sudharmaswami yan nandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy