SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપસિંહ ૧૫૩ છે; તથાપિ પર્વતની માફક અચળ અને અડગ રહી, મહા સ’પવડે ખળવાન ખની, પેાતાનું મહાવ્રત તે નિભાવ્યે જાય છે; પરંતુ તેની સ્ત્રી, સ ંતતિ અને પુત્રવધૂ તેના માર્ગમાં હવે વિશેષવાર સહાયતા આપવાને અશક્ત થયું છે. પ્રતાપનું કુટુંબ પ્રતાપના માર્ગમાં અંતરાયભૂત બને, એમ સ્પષ્ટ પ્રતીત થાય છે. વસ્તુત: તેમની વિપત્તિ અને દુર્દશા નિરવધિ હતી. એકવાર શત્રુના પંજામાંથી તેમને બચાવી લઇ, એક ભીલે પેાતાની ભાંગી-તૂટી ઝુંપડીમાં આશ્રય આપ્યા હતા, પણ પૂરા આહાર ન મળવાથી જીવનરક્ષા કરવી કઠિન થઇ પડી હતી. એકવાર માગતસૈન્યે તેમના ઉપર એવા તેા સતત ધસારા કર્યાં હતા કે પાંચવાર આહાર તૈયાર કર્યા પછી, એ રાંધેલા આહાર જેમને તેમ રહેવા દઇ તેમને આગળ નાસી જવું' પડયું હતું ! આહારના અભાવે તેમના દેહ પણ ક્ષીણુ અને દુળ થઈ ગયા હતા. એક દિવસે મહારાણા એક વૃક્ષની નીચે પૃથ્વી ઉપર ચાકીને સૂતા હતા. તેમની પાસે તેમની મહિષી અતિસામાન્ય જીવારની ાટલી કરી ક્ષુધા સંતાનેાને વહેંચી આપતી હતી, એટલામાં એક બિલાડીએ કુલગ મારી તે રોટલી ઝુંટવી લીધી, અને ત્યાંથી નાસી ગઇ ! બાકી લેટ નહાતા કે વડે સંતાનની ક્ષુધા મહિષી દૂર કરી શકે. ખાળકાએ અંત:કરણની વેદના દર્શાવવા રડવા માંડયું! બાળકાના કરુણાપૂર્ણ નથી મહારાણાની ઊંધ ઉડી ગઇ. ભૂખ્યાં–તરસ્યાં ખાળકોને વિલાપ સાંભળી તપસ્વી મહારાણાનું હૃદય પીગળી ગયુ` ! તેમનું મનેખળ શિથિલ થયું, ધૈય અંતર્હિત થયું અને હિંમત ખૂટી ગઇ ! પ્રતાપના પ્રિય પરિવારે પ્રતાપની દેશેાહારની પવિત્ર ભાવનાને જડમૂળમાંથી પ્રકૃપિત કરી દીધી ! હવે પારિવારિક ઉદ્ધારની ભાવના પ્રતાપસમક્ષ ઉપસ્થિત થઈ ! મહારાણા પ્રતાપ પેાતાનાં સંતાનના કષ્ણુ વિલાપ સાંભળી, તેમની વ્યથા પ્રત્યક્ષ નિહાળી પેાતાની મહાન તપસ્યા ક્ષણવાર ભૂલી ગયા ! પાતે શું સકલ્પ કર્યાં હતા અને તે અર્થે કુવા આત્મભાગ અપવાની પ્રતિજ્ઞા કરી હતી એ તે વિસરી ગયા. પારિવારિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાને વશીભૂત બની, અત્યારપર્યંતના સ્વગારવને તિલાંજલિ આપી, 'પ્રતાપે તેજ ક્ષણે સમ્રાટની પાસે સધિપત્ર રવાના કર્યાં. પાક ! તમે પ્રતાપ ઉપર દોષારોપણ કરવા તૈયાર થઈ ગયા છે, એ વાત અમારા લક્ષબહાર નથી; પરંતુ પ્રતાપ જેવા વીરપુરુષ ઉપર દોષારાપણુ કરવા પહેલાં મનુષ્યસ્વભાવમાં પણ વિચાર કરવા તે કવ્યુ છે. પ્રતાપની ઉક્ત નિ`ળતા મનુષ્યામાં હાવી તદ્દન સ ંભવિત છે. તે સ્વાભાવિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે દૃષ્ટિસમક્ષ સદા હાજર રહે છે અને તેમનું પ્રત્યક્ષ દુઃખ આપણા પ્રાણને ઘણીવાર આકુળ–વ્યાકુળ બનાવી દે છે. જ્યારે જન્મભૂમિ અદશ્યમાં રહી પેાતાની દુર્દશા અને વિપત્તિના સમાચાર માત્ર પરક્ષપણેજ માપણા અંતરમનને પહેાંચાડી શકે છે, તા પરાક્ષ કરતાં પ્રત્યક્ષની અસર વિશેષ થાય, એમાં શું આશ્ચય છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy